________________
૩૭૯ ]
સાધિરાજ શ્રેણિક મહારાજા શાલિભદ્રના દર્શનાર્થે
શ્રેણિક રાજાએ પિતાના સેનાધિપતિઓને બોલાવીને કહી દીધું કે આવતી કાલે સવારના આ નગરીમાં વસતા મહા પુણ્યશાળી શાલિભદ્રનાં દર્શન કર્યા પછી મારે મેઢામાં પાણી લેવાનું છે. તે પહેલાં હાથમાં દાતણે ઝાલવાનું નથી. માટે ગજરથ, ઘેડા, પાલખી વગેરેને શણગારીને તૈયાર રાખો. મોટા આડંબર સહિત શાલિભદ્ર શ્રેષ્ઠિનાં દર્શનાર્થે મારે જવાનું છે. જોકે પિતાના ઈષ્ટદેવનાં દર્શનાર્થે સવાર પડે જાય પણ રાજા શ્રેણિકમાં પ્રમોદ ભાવના એવી પ્રગટી. કે મારે નગરીમાં વસતા પુન્યશાળીનાં દર્શનાથે સંપૂર્ણ રાજ્યના રસાલા સહિત જવું છે.
રાજા શ્રેણિક સત્તાધીશ હતા. તેઓ ધારત તે પિતાના ઘર આંગણે શાલિભદ્રને બોલાવી શક્તા હતા. રાજાને કેઈના ઘરે સામેથી જવું જ ન પડે પણ રાજાને મનમાં થયું કે આ પુણ્યશાળી આત્મા આ નગરીમાં વસે છે, વાહ! એને પુણ્યદય ! એના મુકાબલે હું રાજા હોવા છતાં મારું પુણ્ય ઘણું નબળું છે માટે મારે આ પુન્યશાળીને ભેટવા જવું જ જોઈએ.
તે પછી તે રાજા અનેક સૈનિકોની સાથે જાણે ચતુરગી. સેને સજીને મેટા રસાલા સાથે શાલિભદ્રના ઘરે પહોંચ્યા.
પહેલે ભુવને પગ દીયે
રાજા મનમાં ચમકી કાંઈ જે જે જી. આ ઘર તે ચાકર તણુંજી
બીજે ભુવને પગ દીયે રાજા મનમાં ચમકી કાંઈ જે .