________________
૩પ૭ ]
રાધિરાજ
કઈ મહાપુરૂષોને તે પુત્યેાદય ને પ્રભાવના યુગ હેય કે અનેકેને ધર્મના રસ્તે ચડાવતા હોય અને અનેક ધર્મના પ્રસંગે તેમની નિશ્રામાં ઊજવાતા હોય અને બને તેટલી શાસનની પ્રભાવના કરતાં હોય તે તેવા પુરુષો પ્રતિ પણ પ્રદ ભાવના વ્યકત કરવી જોઈએ. મૈથ્યાદિ ભાવનાયુકત અનુષ્ઠાનને ધર્મ જ કહેવામાં આવે છે.
અવિરૂદ્ધ એવા વચનથી જિનેશ્વર ભગવંતએ પ્રરૂપેલા સામાયિક-પ્રતિક્રમણનાં અનુષ્ઠાન ધર્મ છે પણ મૈથ્યાદિ ભાવનાથી સંયુક્ત જોઈએ.
નિદા, પશુન્ય અને અભ્યાખ્યાન એ ત્રણે પાપસ્થાનક મીઠાં રોગ જેવા છે. પારકા મઢે દ્વેષ બુદ્ધિથી અથવા સામાને હલકે પાડવાની બુદ્ધિથી કેઈની પણ વાત કરવી તે નિંદા પાપસ્થાનક છે. - દશવૈકાલિક અને દશાશ્રત સૂત્રમાં સાફ શબ્દોમાં લખ્યું છે કે, પૂંઠ પાછળ કોઈની નબળી વાત કરવી નહીં. पिढिमसंन भक्खेज्जा मायामासं विवज्जए
આ શબ્દો દશવૈકાલિકના છે. પૂઠ પછવાડે કોઈની વાત કરવી એ શરીરનાં પાછળના ભાગમાંથી જે નીકળે છે તેનું ભક્ષણ કરવા બરાબર છે. નિંદકને જ્ઞાનીએ ચંડાલ કહ્યો છે. આવા વિધાને શાસ્ત્રમાં હોવા છતાં આજે કેટલાકને ચા પીધા વિના ચાલશે પણ કેકની આધી–પાછી કર્યા વિના નહીં ચાલે!