________________
અજીર્ણના ચાર પ્રકાર
[ ૩૫૬
=
દોષ નજરથી નિંદા હુએ,
ગુણ નજરે હુએ રાગ, જગ સવિ ચાલે માદલ મઢ,
સર્વગુણી વીતરાગ હે સુંદર,
પાપ સ્થાનક તો સેલમું. દેષ દૃષ્ટિથી નિંદા થાય છે અને ગુણ નજરથી ગુણાનુરાગ થાય છે. પૃથ્વીમાં જ્યાં ત્યાં કાંટા વેરાયેલા હોય. તે કંઈ આખી ધરતીને ચામડેથી મઢી ન શકાય. પોતે બચવાને ઉયાય કરી લે, તેમ દષોથી પિતાના આત્માને બચાવી લે, બાકી દરેકમાં દેષો રહેલા છે. આપણે પણ અનંતા દોષોથી ભરેલાં છીએ.
સર્વ ગુણસંપન્ન તે ફક્ત વીતરાગ છે, માટે તપ જપનું ફળ મેળવવું હોય તે ગુણાનુરાગી બનવું અને દ્રષ્ટિમાંથી દ્રષ્ટિદેષ કાઢી નાખ. પિતાનાથી અધિક કરતાં હોય તેવા પ્રતિ પૂજ્યભાવ જોઈએ અને ઓછી ક્રિયા કરતાં હોય તેવાની પણ હૃદયમાં અનુમોદના કરવી જોઈએ કે ધન્ય છે આ જિનાજ્ઞામાં રહીને આટલી પણ શુભ પ્રવૃત્તિ કરે છે. મેક્ષના અસંખ્ય યુગ છે. એક એક યેગના આલંબને અનંતા ક્ષે ગયા છે, માટે આ મહાપુરૂષને પણ ધન્ય છે કે જેમણે તરવાનું પાટીયા જેવું પણ આલંબન પકડી રાખેલું છે. કઈ બાહ્ય તપ વગેરે ઓછું કરી શકતા હોય તે સ્વાધ્યાયાદિમાં. રમણતાં રાખતાં હોય તે સ્વાધ્યાય, વિનય, વૈયાવચના આલંબને પણ ઘણાં તરી ગયા છે. .