________________
૩૫૩ ]
રસાધિરાજ
લાવવા જોઈએ કે, ધન્ય છે; ભગવાનની આજ્ઞામાં રહીને એટલું પણ કરે છે તેમજ ઓછું તપ કરનારે પોતાનાથી જે અધિક કરતાં હોય તેની પણ ભૂરી ભૂરી અનુમોદના કરવી જોઈએ અને અધિક તપ કરનારે કેઈને પણ તપ–સંયમમાં વિલાસ વધે તેવા સુવચને કહેવા જોઈએ.
ઓછું કરી શક્તા હેય તેની નિંદાકુથલીમાં ઉતરવાનું તે શાસ્ત્ર ક્યાંય વિધાન કર્યું નથી. ઓછું કરી શકતા હોય તેની તે વાત જ્યાં રહી તદ્દન નિર્ગુણીમાં નિર્ગુણી હેય તેવાની નિંદામાં ઉતરવાનું પણ શા નિષેધેલ છે. જ્યાં ગુણ દેખાય ત્યાં ગુણાનુરાગ ધરવાનું કહ્યું છે અને નિર્ગુણ ઉપર માધ્યસ્થ ભાવે રહેવાનું કહ્યું છે. કેટલી ઉચ્ચ શ્રેણીનાં શાસ્ત્રોનાં વિધાને છે, અને આવા શાસ્ત્રોનું સ્વાધ્યાય કરનારા પણ કેટલીકવાર નિંદાકુથલીની અધમ પ્રવૃત્તિમાં કેટલા નીચે ઉતરી જાય છે!
અજીર્ણને ચાર પ્રકાર ચાર અજીર્ણની વ્યાખ્યા કરતાં પૂ. ઉપાધ્યાયજી ફરમાવે છે કે :
કાધ અજીર્ણ તપતણું, જ્ઞાનતણું અહંકાર, પરનિંદા ક્રિયાતણું વમન અજીર્ણ આહાર
આ ગાથામાં ફરમાવવામાં આવ્યું છે કે ક્રોધ એ તપનું અજીર્ણ છે. તપસ્વી જે પિતાના સ્વરૂપમાં સાવધાન ન રહેતે. સહેજે ક્રોધ આવી જાય છે. તપસ્વીને ક્રોધ આવે તે સમજવું કે તેના તપને કેન્સર લાગું પડે. ત૫ સમતભાવ પૂર્વકનું