________________
ધર્મ વિહીન નર દહનું નિરૂપણીપણું [૩૪૬
ખરેખર, સંત સમાગમ એ તે પારસમણું જ કહી શકાય. પારસમણીના સમાગમથી લેહુ જેમ સુવર્ણ બની જાય તેમ સંત સમાગમથી આત્મા પણ અંતે પરમાત્મા બની જાય છે પણ આ સમાગમને લાભ કઈ પુન્યશાળી આત્માઓ જ લઈ શકે છે. ભાગ્યહીન આત્માઓ તે સંતપુરુષોના દર્શનથી પણ વંચિત રહે છે તે સમાગમની તે વાત જ કયાં રહી ?
શિયાળ આગળ વધીને કહે છે કે પ્રભુ હવે પગનું ભક્ષણ કરું તે ? ત્યાં મહાત્મા કહે છે કે –
___ पादौ न तीर्थं गतौ પગથી એ તીર્થયાત્રાએ ગયે નથી. કદાચ કયારેક એ તીર્થયાત્રાએ ગયે પણ ખરો ! પણ પેલા રામા ને રત્નાની જેમ ગયે.
રામાને રત્નાનું દ્રષ્ટાંત કેઈ એક ગામમાં રામ અને રત્ન નામના સગા બે. ભાઈ રહેતા હતા. જાતના કેળી હતા અને બન્નેને ધધે મછિમારને હતે. ઘણાં વર્ષો સુધી તે પાપને બંધ કર્યા બાદ બન્નેને એકવાર તીર્થ કરવાની ભાવના થઈ. બન્નેને મનમાં થાય છે કે, આપણે જીંદગીમાં ઘણું પાપ આચર્યા અને હવે આપણે બને અવસ્થાલાયક થયા છીએ. માટે છેલ્લી જીંદગીમાં એકવાર બધાં તીર્થોની યાત્રા કરી લઈએ જેથી આપણાં પાતક ખપી જાય!