________________
૩ર૩ ]
રસાધિરાજ. બનેલાં મનુષ્ય રાગ અને દ્વેષથી ઉભય પ્રકારે કર્મ મળને સંચય કરતા હોય છે. અળસિયાના દ્રષ્ટાંતેજ સૂત્રમાં ઘટનાં કરવામાં આવી છે.
जे केई सरीरे सत्ता, वण्णे रुवेय सव्वसो । मणसा काय वक्केण, सव्वे ते दुक्ख संभवा ॥
આ ગાથા પણ ઉદ્ધરાધ્યયન સૂત્રની છે. જે કંઈ મનુષ્ય મન, વચન, અને શરીરથી શરીરનાં વર્ણ, ગંધ, અને રૂપમાં આસક્ત બનેલાં હોય છે તે સર્વે મનુષ્ય શરીર અને ધન-વૈભવ માટે અનેક પાપ આચરીને ભવભવમાં અનંત દુઃખને ભેગવનારાં બને છે, રાગ દશા અને આસક્તિજ દુઃખને જન્મ આપનારી છે. જ્યારે વીતરાગ દશા અનંત સુખને જન્મ આપનારી છે. વીતરાગની સમાધિ અનુપમ હોય છે, તે વીતરાગનું સુખ પણ સર્વોત્તમ હોય છે. જ્યારે સરાગ દશામાં આધિ, વ્યાધિ ને ઉપાધિને પાર નથી હોતે તેનાં કારણે તેવી સ્થિતિમાં દુખ પણ અપરંપાર હોય છે.
" કામાંધ શું ન કરે !
ઈલાચીના મનમાં અણધાર્યું દુઃખ ઉભુ થઈ જાય છે. નટ કન્યાની નૃત્ય કળા જેઈને ઈલાચી તેની ઉપર જાણે, આફિન થઈ ગયે. એટલામાં ખેલ પૂરો થઈ જાય છે.. -નગરજને બધા વિખરાઈ જાય છે. ઇલાચી પણ પોતાના ઘેર : આવે છે, પણ ઇલાચીનાં મનને પેલી નટ કન્યાએ બરોબરનું ચારી લીધું છે કે, ઈલાચીને હુવે ખાવા-પીવામાં રસ, રહ્યો , નથી. તેની માતા તેને પરાણે ભાણે બેસાડે, પણ ખાધું ન.
કે
૬
:
*
*