________________
૩૧૫ ]
રસાધિરાજ જાય છે. કોઈ અપેક્ષાએ આત્મા શરીરથી ભિન્ન પણ છે અને કેઈ અપેક્ષાએ અભિન્ન પણ છે. આ રીતને જે સાપેક્ષવાદ એજ જૈન દર્શનને મુખ્ય સિદ્ધાંત છે અને તેને જ બીજા શબ્દોમાં સ્વાદુવાદ કહેવામાં આવે છે. કેટલાકે આત્માને એકાંતે શરીરાદિથી ભિન્ન અથવા અભિન્ન કરાવે છે પણ તે તેમનાં ઘોર અજ્ઞાનને જ સૂચવનારૂં છે. જૈન દર્શનને મુખ્ય સિદ્ધાંત જે સ્વાદુવાદ છે તેના સ્વરૂપને તેઓ યથાસ્થિત સ્વરૂપમાં સમજી શક્યા નથી.
પૂર્વાર્ધમાં નિશ્ચય અને વ્યવહાર પર ખૂબ કહેવાઈ ગએલ છે. એક દ્રવ્ય બીજાં દ્રવ્યનું ક્યારે અને કંઈ અવસ્થામાં કંઈ પણ કરી શકે નહી તે વિષય ઉપર પણ પૂર્વાર્ધમાં ખૂબ સારી રીતે પ્રકાશ પાડી દીધેલ છે. સર્વ આત્માઓને પોતાના આત્મા સમાન દેખનાર અને પરસ્ત્રીને સગી માતા. સમાન દેખનારો તેમજ પર ધનને માટીનાં ઢેફા સમ, દેખનારે જ સાચે દ્રષ્ટા છે. છેલ્લે લક્ષ્મણજીનું દૃષ્ટાંત આપી. પૂર્વાર્ધ પૂરું કર્યું હતું. હવે ઉત્તરાર્ધને આગળ લંબાવીએ.
પૂ. વીર વિજયજી મહારાજ પૂજાની ઢાળમાં લખે છે કે, “જિનઘર તીરથ સુવિહિત આગમ, | દર્શને નયને નિવારી, ચક્ષુ દર્શનાવરણ કર્મ તે બાંધે,
મૂઢ ગમારી રસીયા,
તુજ મૂતિ મેહન ગારી. જિન મંદિર, શત્રુંજય, ગિરનારાદિ તીર્થો આચાર્યાદિ, સુવિહિત સાધુ ભગવંતે અને જિન આગમના દર્શન-વંદનના લાભથી વંચિત્ રહેનારા અથવા આટલાને ચક્ષુ ઈન્દ્રિયથી.