________________
૨૮૭ ]
સાધિરાજ
ભાઈ ! તારી બધી વાત સાચી છે. તુ એક વાર વહાણને કિનારે તા પહોંચવા દે, પછી તું ભલે સ્વાધિન થઈ જજે, પણ અત્યારથી જ દુઃસાહસ ખેડવા ગયે તે તારે મધ દરિયે ડુબી મરવા જેવુ' થશે. માટે પહેલાં વહાણને કિનારે સહી સલામત પહેાંચી જવા દે ! તેવીજ રીતે નિશ્ચયના કિનારે પહેાંચ્યા બાદ સદ્વ્યવહારનાં આલંબને એની મેળે છૂટી જવાના છે પણ હજી તેા નાવ જ્યાં મધ રિયે ઝાલા ખાય છે ત્યાં ભાઈ કહે છે કે, હું તે શુદ્ધ સ્વરૂપી આત્મા છું. મારે વળી પુન્ય કે ક્રિયાના આલંબનની જરૂર શી છે ? આવું તે। અનતીવાર કરી લીધુ, આવા અપ્રતિબુદ્ધ જીવને જ્ઞાની કહે છે કે અરે ! ભાઈ ! તને આત્માને ઓળખવાની ના કાણે પાડી ? પણુ આત્માને ઓળખ્યા પછીએ તારે તારા ગુણસ્થાનકની ભૂમિકા તા જોવાની રહેશે ને ? તું આ કાળમાં ક્ષપકશ્રેણી તે। માંડી શકવાના નથી તેા વચગાળાનાં ગુણુ સ્થાનકમાં નિશ્ચયની દ્રષ્ટિ સાથે તારે સદ્ વ્યવહારની પણ આચરણા કરવાની જ રહેશે તે સિવાય ઠેકડા મારીને તુ થોડાક જ ઉપર પહેાંચી જવાના છે ? માટે જિનેશ્વર ભગવાનનાં માની મર્યાદા તું પહેલાં જાણી લે ! હજી જીવનમાં એકલા પ્રમાદ પાષાતા હાય ને કહે અમે તા આત્માનું ધ્યાન કરી લઈએ છીએ. અમારે પ્રતિક્રમણાદિ ક્રિયાની હવે કોઈ જરૂર નથી, તેવાને તેા જ્ઞાની ભગવંતાએ મહા મિથ્યાદ્રષ્ટિ કહ્યા છે જીવનમાં અપ્રમત્ત દશા ન આવે ત્યાં સુધી તા સદ્ વ્યવહારની મલવત્તરતા રહેવાની જ છે. તે પછી આગળ આગળનાં ગુણ સ્થાનકોમાં નિશ્ચયની