________________
ર૭૯ ]
‘સાધિરાજ લેશ પણ મેહ છે ન થયે હેાય? અંધકારને ન હઠાવી શકે તેને પ્રકાશ કેમ કહી શકાય? પ્રકાશ થાય એટલે અંધકાર હડી જ જાય છે. તેમ જ્ઞાન થાય એટલે મેહરૂપી અંધકાર વિખરાઈ જાય છે. જ્યાં મેહભાવને ક્ષય ઉપશમ કે પશમે થયેલ હોય તે જ ખરૂ જ્ઞાન છે.
છેવટે મેહને ક્ષયે પશમે ન થયા હોય તે સમજવું કે એ સાચું જ્ઞાન નહીં પણ એકલું વાચા જ્ઞાન છે. મેહનીયને ઉદય ભલભલાને મુંઝવે છે. એક ખરે આત્મજ્ઞાનીજ તેમાં મુંઝાતે, નથી. જ્ઞાનીની દ્રષ્ટિ મૂળ તત્તવ ઉપરજ હોય છે, એટલે જ્ઞાનોને મેહ કયાંથી મુંઝવી શકે?
अबाह्य केवल ज्योतिर्निराबाधमनामयम । यदत्र तत्पर तत्त्व शेषः पुनरुपप्लव ॥
અત્યંતર એવી જ્ઞાન જ્યોતિ કે જે નિરાબાધ અને નિરામય છે તે જ મુમુક્ષુની દ્રષ્ટિમાં પરમ તત્વરૂપ છે. તે સિવાય બાકી બધુ ઉપદ્રવરૂપ છે, આત્મા જ જ્ઞાનજાતિ સ્વરૂપ છે. ઝંઝાવાતને પવન પણ તેને બુઝાવી શકે નહીં એટલે તે નિરાબાધ છે અને રોગ રહિત છે. એક વાર આત્મા જ્યોતિ સ્વરૂપ બની જાય એટલે રંગને શેક બધા ઉપદ્રવ ટળી જાય. જ્યોતિ પ્રગટી નથી ત્યાં સુધી જ આ બધા ઝંઝાવાતે છે. ઘટમાં જ્ઞાનની જીત છે, છતાં માનવી તેના દિવ્ય પ્રકાશનાં લાભથી વંછીત રહ્યો છે. પોતાને ભુલીને તો જીવે ઘણું ઘણું કર્થનાઓ વેઠી છે અને હજી કેટલી વેઠવી પડશે તે તે જ્ઞાની સિવાય કેણ જાણી શકે ?