________________
કષ્ટા કણ?
[ ૨૭૮ તેની પાછળ દેડતાં હોય છે. જળ નહીં હોવા છતાં હરણને મૃગજળમાં જળ ભાસે છે, એટલે તે તેની પાછળ દોડે છે. હરણ તે તિર્યંચ ગતિને જીવ એટલે તેનામાં લાંબી બુધ્ધિ કયાંથી હોય? પણ તમે જે મારી સામે બેઠેલાં છે! તમારામાં સારાસારને વિવેક કરવા જેટલી બુદ્ધિ છે, અને છતાં તમે મૃગજળ જેવાં સંસારના સુખોની પાછળ આંધળી દેટ મૂકી રહ્યાં છે. એ તમારા જેવા બુદ્ધિશાળી મનુષ્ય માટે શું કહેવાય? મારી અ૯૫ બુધ્ધિ પ્રમાણે ભારૂપ તે ન જ કહેવાય! સાંસારિક વાતાવરણમાં આત્મા લેપાય નહીં
એજ જ્ઞાનનું વાસ્તવિક ફળ હરણને મૃગજળમાં સ્પષ્ટ દર્શનને અભાવ છે. એટલે તે તેની પાછળ દોડે છે, તેમ સંસારનાં ભૌતિક સુખ અને ધન વૈભાવાદિ અંગેના મોટા ભાગના મનુષ્યોમાં સ્પષ્ટ દર્શનને અભાવ છે એટલે જીંદગી આખી તેનાજ મેહમાં સંસારી મૂંઝાતા હોય છે. જ્યારે ગ્રંથીને ભેટ વડે સમ્યગદ્રષ્ટિ જીવ બહારનાં ભાવેને મૃગજળ તૂલ્ય અથવા સ્વપ્ન તૂલ્ય લેખતે હોવાથી કોઈપણ પદાર્થોમાં તેને તિવ્ર મેહ થ નથી. તે સંસારનાં મેહક વાતાવરણની વચ્ચે રહ્યો હોય છે છતાં અંતરથી નિરાલે હોય છે. તેને આત્મા ખરડાયેલે હેતે નથી. પદાર્થનાં સ્વરૂપને જાણ્યાનું આજ વાસ્તવિક ફળ છે. સ્પષ્ટ દર્શન થયા પછી પણ મેહ ન છૂટે તે મોક્ષની વાત આપણા માટે આકાશકુસુમવત્ રહેવાની છે. તેને સમ્યગ્ર જ્ઞાન કે સમ્યગ દર્શન કેમ કહી શકાય કે જેના પ્રભાવથી