________________
સુખની શોધમાં
[ ૨૬ર. અને શાંતિ નસીબમાં કયાંથી હોય ? લેભવૃત્તિ જ્યારે જાય ત્યારે જ જીવનમાં શાંતિ અને સંતોષ આવે છે. આજે તે તમને જેમ લાભ થાય તેમ લેભ વધતું જાય છે, પરિશ્રમ કરતાં થોડું મળી જાય અને તેમાં તૃતી રાખે અને અધિકની આશા ન રાખે તેનું નામ સંતોષ કહેવાય. આજે એ રીતને સંતેષ માણસમાં છેજ નહીં. આજે સંતોષ માણસેમાં હશે પણ તે તેની કલ્પના પ્રમાણેને હશે. જેમકે ઘણુ પૈસા થઈ ગયા હોય પછી ઉપર ઉપરથી કહે ! “હવે આપણે શીદ ઉપાધી કરવી જોઈએ? છોકરાઓ એનું કર્યા કરે છે. અને પાછા ડોકરા એ લાગ આવે તે કૂદી જ પડે આ રીતને સંતેષ એ સંતેષના ઘરને સંતોષ નથી પણ મેહના ઘરને છે. બાકી ખરૂં પૂછે તે આજે કયાંય સંતોષ દેખાતે જ નથી. જો કે દુકાનની દિવાલમાં ઘણાં લખે છે કે “સંતોષી નર સદા સુખી” પણ પાછા પડખેજ લખે છે કે લાભ સવાયા” અને સવાયા કરતાંયે સંતેષ કયાં છે ? કરે બમણાં અને તમણાં. ખરી રીતે તો એ વાકય હૃદયની દિવાલ પર લખાવું જોઈએ. (સભામાંથી–તે તે દુઃખી જ શેના થઈએ ?) તે હવે જાગ્યા ત્યારથી સવાર, હવે વાર નહિ લગાડતા. જે માણસ સંસારને અસાર ગણીને દ્રષ્ટિને અંતરમાં વાળી લે છે તે જ ખરે સંતેષી છે. કહે એવા સંતેષી આજે કેટલાં છે! યેગી ભતૃહરીએ ભિખારીની વ્યાખ્યા આપી છે. તેઓ કહે છે કે –
“ તુ મવતિ રિ ચર્ચા તૃMાં વિરાર”
ભિખારી અને દરિદ્રિ તે જ છે કે જેની તૃષ્ણા વિશાળ છે. આ વસ્તુ વિચારતાં તે આજના શ્રીમતેની દશા ભિખારી