________________
[ ૧૮
- પિતાના આ પ્રવચનમાં પૂજ્યશ્રીએ માધ્યસ્થભાવની મહત્તા, મનને રઝળતું અટકાવવાને માર્ગ, વૈરભાવને ત્યાગ આમ ચાર કે બાર ભાવનાઓને ચિંતનની વાત તેઓએ વિસ્તૃત રીતે જણાવી છે. તેઓએ કહ્યું છે –
“ચાર કે બાર ભાવનાઓનાં ચિંતનથી અંદરના રાગ દ્વષાદિને ક્ષય થઈ જાય છે અને રાગદ્વેષાદિને ક્ષય થતાં - હૃદય સમતા રસથી છલકાઈ જાય છે.”
આગળ ચાલતા તેઓશ્રી કહે છે કે -
શાંતરસ, સમતારસ કે પ્રશમરસ એજ આ મૃત્યુલેકનું અમૃત છે. એ રસ આગળ બાકીના બધાં રસ ફીકા છે. પછી તે આમ્રરસ હોય કે ઈશ્નરસ હય, કે અંગાર રસ હોય! દુનિયામાં મેર વાજા વાગતા હોય અને ઘરમાં ધન વૈભવનાં ઢગના ઢગ ખડકાયેલા હોય ! પણ માનવીને * હૃદયની શાંતિ ન હોય, મનમાં આધિ, વ્યાધિ ને ઉપાધિ હોય તે સમજવું એ ધન વૈભવના ઢગ કે ઉકરડાનાં ઢગ ખડકાયેલા હોય તેમાં ફેર શું છે? માટે જીવનમાં સમતા આવે એજ જીવનને ખરે આનંદ છે?”
આધ્યાત્મિક પરમાનંદ પ્રાપ્ત કરવા માટે શાંતરસને સહારે લેવું જોઈએ. આજતે શાંતરસની ભાવનાની ઉપેક્ષા કરીને લૌકિક ભૌતિક સુખના કાદવમાં ખેંચી રહ્યા છે. આ રીતે માર્ગ ભૂલ્યા ભાઈ બહેને માટે ખૂબ જ સાદી, સત્વશીલ અને પ્રવાહી ભાષામાં અંક્તિ થયેલે “રસાધિરાજ” નામને આ ગ્રંથ પ્રેરણા, માર્ગદર્શન અને સાચા સુખને દર્શાવના છે.