________________
ર૫૩]
રસાધિરાજ શકાય તે તેમની પ્રતિમાનું આલંબન લેવામાં પણ કોઈ દોષ નથી! “જિન પ્રતિમા જિન સારખી” એ વચન તન યુક્તિ યુક્ત છે. કર્મો ખૂબજ પાતળા પડયા પછી જ આ વાત મગજમાં બેસે તેવી છે. પ્રતિમા પૂજનમાં પુષ્પાદિ ચડાવવામાં દેશની કલ્પના કરવી તે પણ વ્યાજબી નથી! જેમાં અલ્પ દોષ અને મહાન લાભ હોય તેવી શુભકરણી શ્રાવક માટે અવશ્ય કરવા યોગ્ય છે. શ્રાવકની વાત છે. બાજુ પર રહી, પણ એવા સામાન્ય દેવ તે સાધુપણામાં પણ વિહારાદિમાં લાગી જાય છે વિહારમાં કયારેક નદી પણ ઉતરવી પડે છે છતાં એક જગ્યાએ રહેવામાં જે દેષ. છે તે વિચરતા રહેવામાં નથી ! માટે લાભાલાભને. વિચાર તે સાધુપણામાં પણ કરવું પડે છે, તે પછી, શ્રાવકપણમાં તે, જેમાં મહાન લાભ અને અ૯પ દોષ હોય ત્યાં તે અવશ્ય કરવા ગ્ય છે. જ્યાં સામાન્ય દોષ હોય ત્યાં. જિન આજ્ઞાજ ન હોય તે મુનિઓથી વિહારાદિ કેમ થશે? અને વિહારાદિમાં નદી પણ કેમ ઉતરી શકાશે ? પિતાના વડીલ વગેરેને વંદન-નમસ્કારાદિની ક્રિયા પણ કરી શકાશે નહી, ધાર્મિક પુસ્તક પણ છપાવી શકાશે નહી, કારણ કે, સામાન્ય દેષ તે બધે લાગવાના છે. પછી તે ફક્ત પાપગમન સંથારે કરી લેવું પડશે. બીજી કઈ પણ ધર્મકરણી કરી શકાશે નહીં! માટે જેમ વ્યવહારમાં તમને લાખ રૂપિયા મળતા હોય તે પાંચ હજારની ખેટ. તમને પેટ રૂપે જણાતી નથી. તેમ પ્રતિમા પૂજનથી પણ ચિત્તની પ્રસન્નતા રૂપ અપૂર્વ લાભ મળતો હોય તે થડીક ખેટ વેઠી લેવામાં જરાએ નુકશાન નથી. બલ્ક એકાંત લાભ છે. સાધુએ દ્રવ્યના ત્યાગી હેવાથી તેમના