________________
પ્રદેશી રાજાના દશ પ્રશ્ન
[ ૨૪ તેને કેઈ જોઈ શકતા નથી! હવા ચાલતી હોય છે, પણ તેને આપણે જોઈ શકતા નથી પણ વૃક્ષની ડાળીઓ જ્યારે હાલતી હેય, મંદિરની ધજા ફરક્તી હોય ત્યારે આપણે સૌ અનુમાન જરૂર કરી શકીએ છીએ કે હવા અત્યારે જોરથી ચાલે છે. આપણા પોતાના શરીરને પણ હવા સ્પર્શતી હોય છે છતાં દેખાતી હતી નથી!
સ્વાનુભવથી આત્માની સિદ્ધિ તેવી રીતે આત્મા પણ ભલે નજરે ચરમચક્ષુથી દેખાતું નથી પણ અંદરનાં સ્વ સંવેદનથી આત્માને જરૂર જાગી શકાય છે, અનુભવી પણ શકાય છે. ગુણ આત્મા ભલે પ્રત્યક્ષ નથી પણ આત્માનાં જ્ઞાનાદિ ગુણ તે સૌને પ્રત્યક્ષ છે. જેને ગુણ પ્રત્યક્ષ છે તેને ગુણ પણ પ્રત્યક્ષ જ છે. હું સુખી, હું દુઃખી આ સ્વાનુભવ તે લગભગ સૌને હોય છે તે રાજન્ , આવા દરેકનાં સ્વાનુભવ પરથી આત્માની સિદ્ધિ ઘણી જ સહેલાઈથી થઈ જાય છે, કારણ કે, જડમાં
આ રીતને સ્વાનુભવ હોતું નથી. (૯) સંકોચ અને વિકાસ પામવાને આત્માના
પ્રદેશને સ્વભાવ ! કુંથુઆનાં શરીરમાં જે આત્મા છે તે જ કુંજરનાં શરીરમાં આત્મા છે અને તેજ આત્મા મનુષ્ય શરીરમાં છે. તે પછી એક નાને ને એક મટે આ બધું શી રીતે બની શકે છે?