________________
ર૩૧ ]
રસાધિરાજ આવ્યા બાદ તેની શંકાઓનું સમાધાન થઈ જતાં પ્રદેશી રાજા કેશી અણગારના ચરણમાં ઝુકી જાય છે. (૧) જે આત્મા શાશ્વત અને પરલોકગામી હોય તે પરલોકમાં ગએલા અહિં પાછા કેમ ન આવે?
કેશી સ્વામી અને પ્રદેશ રાજા વચ્ચે વાર્તાલાપની શરૂઆત થતાં પ્રદેશી કહે છે કે, આપના મંતવ્ય મુજબ શરીરથી આત્મા ભિન્ન છે પણ મારી સમજણ એવી છે કે, શરીર અને આત્મા એકજ છે. શરીરથી ભિન્ન આત્મા જેવી વસ્તુ નથી. તેને પ્રબળ પુરાવા રૂપે મારે દાદે ખૂબજ અધાર્મિક હતેપ્રજાની સાર સંભાળ બિલકુલ લેતું ન હતું. કરવેરા એટલાબધા નાંખતે કે પ્રજા તેનાથી ત્રાહિમામ -ત્રાહિમામ થઈ ગએલી. કેટલાય નિર્દોષ મનુષ્યોને પણ કોઈ સામાન્ય નઈ જેવા અપરાધને કારણે તે વધ કરાવી નાંખતે ! માટે આવા ઘેર કર્મ કરનારો મારે દાદે તમારી માન્યતા મુજબ અહિંથી મૃત્યુને પામીને નરક ગતિમાં ગએલે હવે જોઈએ અને ત્યાં નરક ગતિમાં તે તીવ્ર દુઃખ ભગવતે હવે જોઈએ, છતાં હજુ સુધી તે મને અહિં ચેતવવા આવ્યો નથી કે દિકરા ! તું ઘોર પાપ નહીં કરે, જે પાપ કરીશ તે તારે પણ મારી જેમ ભવાંતરમાં નરકગતિનાં દુખ ભેગવવાં પડશે. મારા દાદાને અહિં મારી પર અપૂર્વ પ્રેમ હતું, છતાં જે આત્મા શાશ્વત હોય અને પરલોકગામી હોય તે નરકગતિમાં ઉત્પન્ન થએલે મારા દાદા મને આટલું પણ કહેવા અહિં કેમ ન આવે? માટે મારી દ્રઢ માન્યતા છે કે આત્મા જેવી કે શાશ્વાત્ વસ્તુ નથી.