________________
૨૧૩ ]
રાધિરાજ નથી તો કડો કુંભાર ભેગા થયા હોય તો પણ તેમાંથી ઘટ બનાવી શકતા નથી. અવિના જીવનમાં સમ્યકત્વના પરિણામ પામવાની યોગ્યતા નથી તો તેને તીથ કરે પણ સમકિત પમાડી શકતા નથી. માટે નિમિત્ત કે ઉપાદાન, નિશ્ચય ને વ્યવહાર, જ્ઞાન ને ક્રિયા મોક્ષમાર્ગમાં અંનેની સંપૂર્ણ જરૂર છે. કેઈ એકને આધારે મેક્ષમાર્ગની પ્રરૂપણ કરતા હોય તો તેઓ માર્ગના રહસ્યને સમજ્યા જ નથી.
માર્ગમાં નહીં ચાલે એકલા નિશ્ચયથી કે નહી ચાલે એકલા વ્યવહારથી નહીં ચાલે એકલા જ્ઞાનથી કે નહીં ચાલે એકલી કિયાથી. નહીં ચાલે એકલા નિમિત્તથી કે નહીં ચાલે એકલા ઉપાદાનથી. એક એકને આધારે મેક્ષમાર્ગ છે જ નહી, સંપૂર્ણ મેક્ષમાર્ગની વ્યવસ્થા બંનેને સુમેળથી અને સુગથી બને છે. આટલી વાત જેઓ સમજ્યા નથી તેઓ જૈન શાસ્ત્રોને આધારે મોક્ષની વાત કરવાને પણ લાયક નથી. કેવળ પિતાના શિથિલાચારને ઢાંકવા તેઓ એક્લા નિશ્ચયને પકડી બેઠા છે. એકલા નિશ્ચયને આધારે કઈ પણ જ્ઞાનીએ મેક્ષમાગ કહ્યો નથી. માટે મનુષ્યની એવી દ્રઢ માન્યતા હોય કે મારી પાસે ગમે તેટલું ધન હોય અથવા ગમે તેટલા મારા સંબંધીઓ હોય પણ તેમાંથી કઈ મારું રક્ષણ કરનાર નથી; મારા આયુષ્યને કાળ પણ સંખ્યાતા વર્ષને છે. અર્થાત્ આયુષ્યને કાળ પણ અતિ અલ્પ છે. કયારે કાયા પડી જશે કંઈ ક૯પી શકાતું નથી. આ જિંદગીને કઈ ભરોસે નથી. કયારેક એક પળમાં પ્રાણ ઉડી જાય છે. એમ સમજીને જે મનુષ્ય સમ્યમ્ જ્ઞાન અને ક્રિયાના માર્ગમાં પ્રવર્તે છે, જ્ઞાન અને