________________
[ ર૧૨
-
બંધન-મુક્તિ પાડે હવે તે મને રસ્તે ન બતાવ્યા હતા તે હું દુઃખી દુઃખી થઈ જાત હવે સામાન્ય દ્રવ્યમાર્ગ બતાવનારને આટલો બધે ઉપકાર માને તે મેક્ષમાર્ગરૂપી ભાવમાર્ગ બતાવનારને કેટલે ઉપકાર માનવે જોઈએ? કહેવું હોય તે એમ પણ કહેવાય નાથ ! આપની કૃપા વિના આ જીવને કયાંથી મેક્ષ થવાને છે. માટે આપણું પુરૂષાર્થ વિના મોક્ષ થવાનું નથી. પણ માર્ગના ઉપદેશક હોવાથી દેવાધિદેવ તીર્થકરોને પણ આપણી પર મહાન ઉપકાર છે. મેક્ષ માર્ગમાં નિશ્ચયને વ્યવહાર બન્નેની સંપૂર્ણ જરૂર. કેઈ એકને આધારે મેક્ષ
માર્ગ છે જ નહીં ! તીર્થકર મહાપુરૂષના વિરહકાળમાં તેમની આજ્ઞાનુસાર ઉપદેશ કરનારા પંચ મહાવ્રતધારી ગુરૂ ભગવંતે પણ મહાન ઉપકારી છે. અત્યારે પંચમકાળમાં તેઓ જ શાસનની ધુરાને વહન કરનારા છે. ઝળહળતા સૂર્ય સમા દેવાધિદેવ તીર્થકરે અનંત ઉપકારી છે, તે તેમના વિરહકાળમાં દીપકસમા આચાર્યાદિ ગુરૂ ભગવંતે પણ પરમ ઉપકારી છે. આ નિમિત્ત અને ઉપાદાનની સધીની વ્યાખ્યા થઈ. મોક્ષ ભાગમાં ઉપાદાન આત્મા પોતે છે, તો દેવ, ગુરૂ, સતશાસ્ત્ર વગેરે નિમિત્ત કારણરૂપ છે. જીવમાં યોગ્યતા રહેલી છે પણ સાનુકૂળ નિમિત્તો વિના ગ્યતા પ્રગટતી નથી. માટીમાં ઘટ થવાની યોગ્યતા હોય છે, પણ કુંભકારાદિ કારણ સામગ્રી વિના તે યોગ્યતાં લાખ વર્ષે પણ બહાર આવતી નથી. તેવી રીતે નદીની રેતીમાં ઘાટની યોગ્યતા