________________
૨૦૯ ]
૨સાધિરાજ મનુષ્ય કહે કે આ થાંભલાએ મને ઝાલી રાખે છે. ત્યાં જ્ઞાની કહે છે, અરે ભાઈ! થાંભલાને શા માટે દેષ આપે છે ? થાંભલાને તું પતે વળગે છે. તેમાં થાંભલાને શે દોષ છે ? તેમ પ્રતિ સમયે જીવ કમ પિતે બાંધે છે, અને કહે છે કર્મોએ મને બાંધી રાખે છે. જીવને આ ભ્રમ ન ભાંગે ત્યાં સુધી બંધનમાંથી છુટવાને કઈ ઉપાય નથી. પૂ. ઉપાધ્યાય યશવિજયજીએ ફરમાવ્યું છે કે, आपही बांधे ने आपही छोडे निज मति शक्ति विकाशी
चेतन जो तु ज्ञान अम्यासी આત્મા પિતે જ પિતાને બાંધે છે. અને પોતે જ પિતાને છેડે છે. એટલે જીવને બંધાવવાનું પણ પિતાનાથી છે અને છુટવાનું પણ પોતાનાથી છે. જીવ રાગભાવમાં જ જે પરિણમે તે જીવને પ્રતિ સમયે બંધાવવાનું છે, અને પિતાનાં જ્ઞાન સ્વભાવમાં પરિણમે તે પ્રતિ સમયે છુટવાનું છે જેમ કેસેટાનાં કીડા પિતાની લાળથી જ પોતાને બાંધે છે. તેમ જીવ પણ રાગદ્વેષ કે મમત્વ ભાવની લાળથી જ પિતાને બાંધે છે. વાંદરાને પકડવા મદારી લેકે જંગલમાં માટલીમાં ચણું ભરીને મૂકે છે. માટલીની અંદર પોલાણ હોય છે અને તેનું મે સાંકડું હોય છે. એટલે વાંદરો અંદર હાથ નાખીને ચણું મૂઠીમાં ભરી લે છે પછી ભરેલી મૂકીને બહાર કાઢવાના ઘણું પ્રયાસ કરે છે, પણ માટલીનું મોટું સાંકડુ હેવાથી હાથ કેમે બહાર નીકળે નહીં અને વાંદરાભાઈને બ્રમ એ થઈ જાય કે આ માટલીએ મને ઝાલી રાખે છે. હવે વાંદરાભાઈને ભ્રમ ભાંગે કેણ? જે મૂઠી છેડી નાખે તે
૧૪
* *