________________
બંધન-મુક્તિ
[ ૨૯૮: શાશ્વતું નથી. આત્માને આત્માના ગુણે શાવત્ છે. માટે ફરમાવે છે કે, - શુદ્ધાત્મદ્રવ્ય તે હું છું અને શુદ્ધ જ્ઞાનાદિ તે મારા ગુણો છે. તે સિવાય હું કેઈ અન્ય નથી અને અન્ય કોઈ મારૂં નથી. આ સ્વરૂપે આત્માને ધ્યાવવું તે મેહને હણવાનું આકરામાં આકરું શસ્ત્ર છે. મેહ હણાય એટલે બીજા કર્મો તે હણાઈ જ ગયેલા છે. સપની દાઢમાંથી ઝેર કાઢી લે એટલે તેનું બળ હણાઈ ગયું. તેમ મેહ છતાય એટલે બીજા કર્મોની તાકાત હણાઈ જ જાય છે. અથવા તાલવૃક્ષની મસ્તક પરની શાખાના વિનાશથી જેમ આખાએ તાલવૃક્ષને નાશ થઈ જાય છે, તેમ મેહકર્મના ક્ષયે બાકીના સમસ્ત કર્મોને નિયમો નાશ થાય છે. જીવને બધા કર્મોમાં મોહનીયકર્મ એ જ મુખ્ય બંધનરૂપ છે. બારમે ગુણઠાણે એ કર્મોને મૂળમાંથી ક્ષય થાય છે. અને તેરમે ગુણઠાણે જીવ કેવળજ્ઞાનને પામે છે, માટે મેહનું આવરણ હઠે એ જ ખરી બંધન-મુક્તિ છે. બંધન–મુક્તિ મનુષ્ય ભવમાં જ થઈ શકે છે. દેવભવમાં રહેલા દેવ પણ કર્મોના બંધનને. છેદી શકતા નથી, તે નારકે અને તિર્યો તે બિચારા, ક્યાંથી છેદી શકવાના છે? સ્થાવરકાય અને નિગોદમાં રહેલા આત્માઓ તે કર્મ સત્તાની નીચે તન દબાયેલા પડ્યા છે. મનુષ્ય ભવમાં આવેલે આત્મા જ પુરૂષાર્થના. બળે મેક્ષ મેળવી શકે છે.
: ભમ ન ભાંગે ત્યાં સુધી બંધન શે તૂટે? - જીવને ભ્રમ એ થઈ ગયો છે કે જાણે કએ મને બાંધી રાખે છે. જેમ થાંભલાની સાથે બાથ ભીડીને કોઈ