________________
૧૯ ]
રસાધિરાજ નથી, તેવા મનુષ્ય ઉમરની અપેક્ષાએ ભલે વૃદ્ધાવસ્થાએ પહોંચેલા હોય, છતાં જ્ઞાનીની દ્રષ્ટિએ તેઓ હજી ભવ બાળદશામાં છે. જ્ઞાનીઓએ તે ત્યાં સુધી ફરમાવ્યું છે કે, જેણે જીવનમાં ધર્મનાં શુભ કાર્યો કર્યા નથી. ગિરિરાજ શત્રુંજય જેવા તીર્થોની સ્પર્શના સરખી પણ કરી નથી. સમજી લેવું તે તે હજી ગર્ભાવાસમાં જ છે. હજી તેને જન્મ પણ થયું નથી. કારણ કે, તે જનમ્યા તેએ તેને જન્મ શા કામને છે? જેણે દીન-અનાથને ઉદ્ધાર કર્યો નથી, કર્મ ખપાવવા નિમિત્તે તપ કર્યું નથી, આપત્તિમાં સપડાયેલા કેઈ સાધર્મિક બંધુઓનો પણ ઉદ્ધાર કર્યો નથી, હૃદયમાં વીતરાગ પરમાત્માને ધારણ કર્યા નથી. આમાનું જેણે જીવનમાં કાંઈ કર્યું નથી તે સમજી લેવું એ બિચારો મળેલા નર જન્મને જ હારી ગયે! માટે આપણે એક રીતે નહીં પણ અનેક રીતે ભુલા પડેલા છીએ. નયસારની જેમ કઈ આપણને પણ સાચે રસ્તે બતાવનાર મળી જાય તે જ આપણું આ પરિભ્રમણને અંત આવવાને છે, બાકી તે આપણું નશીબમાં રખડપાટ અને રઝળપાટ જ છે.
| નયસારને કેવા મહાન સદ્દગુરૂ મળી ગયા? બંનેએ માર્ગ બતાવવાનું કામ કર્યું છે; એકે દ્રવ્યમાર્ગ બતાવે તે બીજાએ ભાવમાર્ગ બતાવ્યું, પરસ્પર બન્નેએ એકમેકને રસ્તે ચડાવી દીધા. નયસાર ઉપર મહાત્માઓએ કેવી કરૂણું વરસાવી છે ? નયસાર એ સમયે ભલે ભવાટવીમાં ભુલા પડેલા હતા, પણ મહાત્માઓને તેનામાં યોગ્યતાના દર્શન થયા છે અને તે જ મહાત્માઓને આલંબને નયસારને સમ્યમ્