________________
૧૭૯ ] .
. . રસાધિરાજ હોય તે બીજાના ઘરમાં પણ ભૂલા પડી જવાય છે. જ્યારે આ જીવ કઈ પારકા ઘરમાં ભૂલો પડ્યો નથી પણ પિતાનાજ ઘરમાં ભુલે પડ્યો છે. સ્વભાવ એ જીવનું નિજ ઘર છે. અને વિભાવ એ પર ઘર છે. રાગ-દ્વેષ એ વિભાવ છે અને જ્ઞાન-દર્શન એ જીવને સ્વભાવ છે. જીવ નિજ ઘરમાં ભુલે પડે છે. એ તે ઠીક પણ હજી ખરૂં પૂછે તે જીવ નિજ ઘરમાં દાખલ પણ નથી થયે! પછી ભુલા પડવાની તે વાત જ કયાં રહી? સ્વભાવ દશારૂપી નિજઘરમાં જીવ રહ્યો હોત તે કયારનેએ મુક્તિ મંદિરે પહોંચી ગયા હતા. પણ એના નશીબમાં જ્યાં ભટકવાનું છે ત્યાં આ જીવ નિજ ઘરમાં આવે ક્યાંથી? જ્ઞાન-દર્શનાદિ અનંત ગુણ સમુદાય એ જીવને નિજ પરિવાર છે. પિતાના સ્વરૂપમાં રહેવું એ નિજ ઘર છે. પિતાના ખરા પરિવારને ઓળખીને જીવ નિજ ઘરમાં આવી જાય તે અનાદિની ભુલવણ મટી જાય અને એજ જીવ માટે સાચી કેળવણી છે.
દ્રષ્ટાંત ભગવાન મહાવીર સ્વામીના સમક્તિ પામ્યા પછીના સત્તાવીશ ભવ કહેવાય છે. તેમાં પહેલે ભવ નયસારને છે. નયસાર કેઈ એક ગામના ઉપરી ગ્રામપતિ હતા, જેને ગામના મુખી પણ કહેવામાં આવે છે. નયસાર હજી એવા કેઈ સાધુ પુરૂષના સમાગમમાં આવેલાં નહતાં, છતાં દુષ્કૃત્યથી તેઓ પરગમુખ હતા અને કેઈન પણ દોષ જવાની બાબતમાં તહ્ન વિમુખ હતા અને ગુણ ગ્રડણ કરવામાં તત્પર હતા. આ. એવી મહાન પ્રેગ્યતા છે કે જેના પ્રભાવે વામન પણ વિરાટ બને.