________________
૧૭૭ ]
રસાધિરાજ
સગુરૂના સમાગમે જ પિતાને પોતાનું ભાન થાય છે અને ભાન થયા પછી જ આગળને માર્ગ મોકળો થાય છે.
ભૂલા પડવાના સ્થાને. ભૂલા પડવાના અનેક સ્થાને હોય છે. અજાણ્યા મનુષ્ય શહેરમાં ભૂલા પડી જાય છે. કેટલાકે જંગલ કે અટવીમાં ભૂલા પડે છે. મોટા મોટા બગીચાઓમાં ફરવા ગયેલા પણ કેટલીકવાર રસ્તે ભૂલી જાય છે. મોટા મોટા ભવ્ય પ્રાસાદોમાં પણ કેટલીકવાર રસ્તાઓ એટલા બધા હોય છે કે, પહેલીજવાર દાખલ થયેલા મનુષ્ય તેમાં પણ ભુલા પડી જાય, તેમ આ જીવ પણ નગરની અપેક્ષાએ ભવ નગરમાં ભૂલે પડે છે. જે નગરમાં ચારગતિરૂપી ચાર મેટા. રસ્તાઓ છે અને ચારાશી લાખ જવાનીરૂપી મેટી મટી.
રાશી પળે છે. આ ભવનગરમાં જીવ અનાદિથી ભુલે પડેલે. છે. મનુષ્ય ગતિમાંથી ક્યારેક નરક ગતિમાં ચાલ્યા જાય છે. અને નરકગતિમાંથી કયારેક તિર્યંચમાં ચાલ્યા જાય છે. ક્યારેક દેવ ગતિમાં ચાલ્યા જાય છે, ક્યારેક ફરી પાછે. મનુષ્યભવમાં આવી પહોંચે છે, ક્યારેક કીડે થાય છે તે. કયારેક પતંગિયું થઈ જાય છે. મનુષ્યભવમાં પણ ક્યારેક ચંડાલના કુળમાં જન્મ ધારણ કરે છે તે કયારેક બ્રાહ્મણ કુળમાં જન્મ લે છે. કયારેક વૈશ્ય થાય છે તે કયારેક ક્ષત્રિય થાય છે. આમને આમ જીવ ચાર ગતિમાં ભમ્યા કરે છે. ભવપુરનગરમાં એ ભુલે પડે છે કે, કયાંય તેને સા. રાહ જડતું નથી. . . . .