________________
ભૂલે પડેલે યાત્રી
[ ૧૩૪
વનું સ્વરૂા.૬ લાગે. મહું જોવા
દર્શન, અનંત ચારિત્ર અને અનંતવીર્ય એજ જીવનું શુદ્ધ સ્વરૂપ છે. જ્યારે રાગ-દ્વેષ કે મેડ એ કઈ જીવનું શુદ્ધ સ્વરૂપ નથી. એ તે વિરૂપ છે. કોઈ મનુષ્યનાં શરીરમાં કોઢ ફુટી નિકળે ને શરીર બેડેળ થઈ જાય છે. એ શરીરનું સ્વરૂપ નથી પણ વિરૂપ છે. તેમ કષાયથી આત્મા ધમધમી ઉઠે એ શું આત્માનું સ્વરૂપ છે? તે સમયે મનુષ્યની આકૃતિ કેટલી બેડલ થઈ જાય છે? કોધથી ધમધમી ઉઠેલે માણસ એજ ટાઈમે આરિસામાં મેટું જેવા જાય તે અસલ વાંદરા જેવું મેટું લાગે. માટે કષાય કે રાગ-દ્વેષ એ જીવનું સ્વરૂપ નથી, એ વિરૂપ છે, અને તેના લીધે જ જીવને પ્રતિ સમયે કર્મોને બંધ છે માટે પૂ. આનંદઘનજી ફરમાવે છે કે, તે બન્નેને અમે નાશ કરીશું અને આ પ્રાણી અનંત કાળથી મરતે આવે છે તે કાળને પણ અમે 'કેળિયે કરી જઈશું! જીવ વસ્તુ સ્વરૂપને સમજ્યા નહીં તેમાં અનંત કાળમાં અનંતીવાર મર્યો છે. માટે સુખ અને દુખ બન્નેને હવે અમે વિસારે પાડી દઈશું, અને એ અક્ષરે કે જે તદ્દન નજદીકમાં રહેલા છે તેનું સ્મરણ નહીં કરે તેને જ જન્મ મરણ કરવાના છે. વસ્તુ સ્વરૂપની સમજણ ઉપર કેટલે બધે ઝોક આપે છે! આત્માના સ્વરૂપની ઓળખાણ એજ વાસ્તવિક સમજણ છે. આત્મામાં વિભાવ વતે છે ત્યાં સુધી આત્મા કર્મને કર્તા ને ભેતા છે, પણ સ્વરૂપની અપેક્ષાએ તે આત્મા જ્ઞાતા ને દ્રષ્ટા છે. મેક્ષ માર્ગમાં ભલે પુન્યાનુબંધી પુન્યની સંપૂર્ણ ઉપાદેયતા છે. પણ તત્વ દ્રષ્ટિએ આત્મા પુણ્યને પાપ બન્નેની પેલી પાર છે.