________________
-
૧૭૩ ]
સાધિરાજ સ્થાનને પામી જાય છે કે જ્યાં કાળને પણ કિંકર થઈને રહેવું પડે છે, મોક્ષને પામનારા મહાપુરૂષો કાળ નથી કરી જતા પણ ઉલ્ટા એ કાળને કેળિયો કરી જાય છે, ભગવાન મહાવીર સ્વામી કે ભગવાન રૂષભદેવસ્વામી મૃત્યુને પામ્યા એમ જે કહેવાય તે તે ઉપચારથી કહેવાય. બાકી ખરી રીતે તે તેમના મૃત્યુનું મૃત્યુ થયું છે, હવે એ મહાપુરૂષે કોઈ કાળે જન્મવાના નથી ને કેઈ કાળે મરવાના. પણ નથી. એ તે અજરામર સ્થાનને પામી ગયા
વ્યાધિ વિકાર અને પાપ વિકાર રાગ-દ્વેષને જીતી લેતે આપણે આત્મા પણ તે થાનને પામી શકે છે. જીવમાં રાગ-દ્વેષ છે ત્યાં સુધી સંસાર ઉભે છે. એક પ્રત્યે રાગ ને બીજા પ્રત્યે દ્વેષ, બસ, જીવમાં આજ મેટામાં મેટી ખરાબી છે. આ ખરાબી છે. ત્યાં સુધી બરબાદી છે. અને જ્યાં એ નથી ત્યાં સંપૂર્ણ આબાદી છે. રાગ-દ્વેષ, કામ-ક્રોધ, ઈર્ષા, મ–મત્સર, એ બધાં અંદરનાં આસુરી તત્વે છે, જેને પાપવિકારે કહેવામાં આવે છે. શરીરમાં આરોગ્યની પ્રાપ્તિ થતાં જેમ વ્યાધિવિકાર રહેતા નથી, તેમ ધર્મરૂપ ભાવ આરોગ્યની પ્રાપ્તિ થતાં આ પાયવિકારે પણ રહેતા નથી. પછી તે આત્મામાં. મિથ્યાદિ ભાવનાના ગુણે પ્રગટે છે અને આત્મા ખરેખરા. ભાવ. આરોગ્યને પામી જાય છે. ' ' ' સ્વરૂપ અને વિરૂપ આત્મા જ પરમાત્મા બને છે. અનંતજ્ઞાન, અનત