________________
ક્ષણ લાખેણી જાય
[ ૧૫૦
કર્મ બાંધતા વિચાર નહીં રાખો તો ઉદયકાળ
ભેગવતા આંખે અંધારા આવી જવાના
ધર્મ ચિન્તામણીનું ત્યાગ કરીને મનુષ્ય પાપકર્મ રૂપી કાચના ટુકડાની મનમાં આશા કરતાં હોય છે. ચિન્તામણિની આગળ કાચના કુકડાની શી કિંમત છે? ધર્મનાં પ્રભાવે જીવને અભ્યદય થાય છે અને પરંપરાએ નિશ્રેયસની પ્રાપ્તિ થાય છે. અહિં કાચ વાગ્યે હેય તે ક્યારેક છ મહિનાને ખાટલે આવે ત્યારે પાપ કર્મ રૂપી કાચના ટુકડા વાગ્યા હોય તે ઘણા લાંબા કાળ સુધી અતિ દારૂણ દુખ ભેગવવાને વખત આવે છે ! બાંધવાનાં ટાઈમે અથવા આચરવાના ટાઈમે પાપની કાંઈ ખબર ન પડે, પણ જ્યારે વિપાક જોગવવાને ટાઇમ આવે છે ત્યારે ખબર પડે છે કે, પાપ એ શી વસ્તુ છે? અને તેમાં પણ જે તીવ્રરસથી બાંધેલા હેાય તે ભેગવવાના સમયે આંખે અંધારા આવી જાય છે. પ્રદેશદયથી કર્મો ભેગવાઈ જાય તેમાં કાંઈ ખબર ન પડે પણ જયારે વિપાકેદયથી ભેગવાતાં હોય ત્યારે બરાબરની હાજરી લેવાઈ જાય છે. માટે પાપકર્મ રૂપી કાચના ટુકડા સંધરવા જેવા નથી. કાચના ટુકડાં ભેગાં કરે દાળદર નહીં ફીટે, જ્યારે ધર્મ ચિન્તામણિને પ્રભાવ એ છે કે એકલાં દાળદરનું જ નહીં પણ દુઃખ, દરિદ્રતા અને દૌભગ્ય આ ત્રણેને મૂળમાંથી અંત લાવી દેશે અને જીવને શાશ્વત સુખના ધામમાં પહોંચાડી દેશે.
છેલ્લી ગાથામાં પૂ. ચિદાનંદજી ફરમાવે છે કે,