________________
ક્ષણ લાખેણી જાય
. [ ૧૨૪ ચિલાતી પુત્રનું દ્રષ્ટાંત રાજગૃહી નગરીમાં ધનસાર્થવાહ નામના શેઠની ચિલતી નામે દાસીને તે પુત્ર હોવાથી તેનું નામ ચિલાતીપુત્ર પાડવામાં આવ્યું હતું. શેઠને પાંચ પુત્ર હતા અને તેની ઉપર સુષમા નામે પુત્રી હતી. સુષમાની સંભાળમાં અને તેને રમાડવામાં તે ચિલાતી રેકાએ રહેતું. ચિલતી મટી ઉમરને થયે એટલે તેનામાં અમુક અપલક્ષણ જોઈને શેઠે તેને ઘરમાંથી કાઢી મૂક્યો. ચિલાતી કઈ મહાભયંકર અટવીમાં જઈ ચડ્યો, ત્યાં સિંહગુફા નામની ચેરપલ્લીમાં તે દાખલ થયે, એટલે ત્યાં રહેતા ચોર લેકો સાથે તેને મહેબૂત થઈ ગઈ. સરખા આચાર-વિચારવાળા હોય તેને પરસ્પર તરત મેળ જામી જાય છે. પલ્લી પતિ મૃત્યુને પામ્યા બાદ ચિલાતી તેના સ્થાને નિમાઈ ગયે. ધનાવાહ શેઠની પુત્રી સુષમાનું અપહરણ
એકદા ચિલાતી ધનાવાહ શેઠને ત્યાં લુંટ ચલાવવાને નિર્ણય કરે છે. બધા ચોરને ચિલાતીએ કહી રાખેલું કે, શેઠને ત્યાંથી સંપત્તિ મળે તેના સ્વામી તમે બધા થજે. મારે તે શેઠની પુત્રી સુષમાનું કામ છે. શેઠે ચિલાતીને ઘરમાંથી કાઢી મૂકેલે ત્યારથી તેને મનનાં શેઠ પ્રતિ રેષ રહી ગએલે. તેમજ સુષમા તરફની બાલ્યાવસ્થાની પ્રીતિ પણ હજી તેના મનમાં એવીને એવી રહી ગઈ હતી, એટલે તે બધા ચેરેની સાથે રાજગૃહીમાં ધનાવાહ શેઠને ત્યાં આવીને ખાતર પાડે છે. શેઠને ત્યાંથી લુંટાય તેટલું ધન