________________
ક્ષણ લાખેણું જાય
[ ૧૦૬ તેમજ ધર્મ માર્ગથી જીવ ભ્રષ્ટ થઈ જાય છે. મર એ શબ્દ કહેવાથી પણ જીવને દુઃખ થાય છે, તે મારવાથી તેને કેટલું દુઃખ થતું હશે? માટે હિંસા એ બુરામાં બુરી ચીજ છે. તે યમરાજની સગીબહેન છે. જેટલા હિંસાને માગે વળ્યા તેવા ભલભલા ચક્રવતિઓ પણ નરકગતિના મહેમાન બન્યા છે. માટે જીવનમાં અહિંસાધર્મને લાવવા ક્ષમાશીલ બને.
ક્ષમા અને દયા એ બંને વચ્ચે સગી બહેને જે સુમેળ છે. દયા એ ધર્મનું મૂળ છે, પણ ક્રોધી પ્રકૃતિના મનુષ્ય દયા પાળી શકતા નથી. માટે જે ક્ષમાપરાયણ છે તે જ ઉત્તમ એવા દયા ધર્મનું પાલન કરી શકે છે. ક્રોધાવેશમાં આવેલે મનુષ્ય ક્યારેક પોતાના સંબંધીને પણ વધ કરી નાખે છે. માટે ક્ષમાશીલ બન્યા સિવાય દયા પાળી શકાતી નથી. બસ આજ અધ્યાત્મને ખરે રણકાર છે. અર્જુનને ધનુષ્યનો ટંકાર એ હતો કે તે સાંભળીને દુશમને ધ્રુજી ઉઠતા જ્યારે આ અધ્યામને રણકાર એ છે કે જે સાંભળીને કેટલાય આત્માઓ અંદરથી નાચી ઉઠવાના. સુખ-દુઃખ અંગે જેવો પિતાને આત્મા માટે પિતાને અંતરમાં અનુભવ થાય છે તે બહારમાં અન્ય આત્માઓ માટે પણ તે અનુભવે તેજ ખરૂં અધ્યાત્મ છે. પછી તે પિતે એવા દ્રઢ નિર્ણય પર આવી જાય કે જે હિંસા મને પિતાને અનિષ્ટ છે તે મારે બીજા પ્રતિ પણ નહીં આચરવી જોઈએ. સુખ સૌને પ્રિય છે, અને દુઃખ સૌને અપ્રિય છે. માટે મારી કઈ હિંસા કરે તે મને દુઃખ ઉપજે છે તેમ બીજાની હિંસા કરવાથી તેને પણ દુખ ઉપજવાનું જ છે. તેથી પિતાને અનિષ્ટ એવી હિંસા બીજા પ્રતિ પણ નહીં આચરવી જોઈએ.