________________
સણ લાખેણી જાય
[ ૯૮ શાસનને બાધા પહોંચાડી શકશે નહીં, અને આપનાં શાસનનાં સાધુ-સાધ્વીજીઓમાં પૂજા-સત્કાર વગેરે ખૂબ સારી રીતે પ્રવર્તશે. માટે આપ ક્ષણનું આયુષ્ય વધારે. છતાં ભગવંતે ફરમાવી દીધું કે, હે ઈન્દ્ર ! બનવાકાળ હશે તેમ બનશે; ભાવિ મિથ્યા કરવા કોઈ સમર્થ નથી બાકી આયુષ્ય કોઈ વધારી શકયું નથી. ને વધારી શકશે નહીં.
ભસ્મ રાશીને પ્રભાવ આજે જૈને ઘણી ઓછી સંખ્યામાં છે. છતાં જૈન સંઘમાં ફટા કેટલાં પડયા છે ? અને તેમાં પણ પાછા મતભેદો કેટલાં છે ? એક વેતાંબર મૂર્તિપૂજક સંઘમાં કેટલા ગછ છે. તેમાં પણ પાછા તિથિ વગેરેના કેટલા મતભેદો પ્રવર્તે છે ? આ બધો ભસ્મ રાશીને તો પ્રભાવ નહીં હોય? દરેક જૈનનાં ફિરકાઓમાં અમુક મતભેદો તો ઉભા જ છે. આટલું હોવા છતાં જેન શાસનનો જે ઝળહળાટ વિશ્વમાં દેખાય છે તે તેના સત્ય, અહિંસા અને તપ-ત્યાગના મહામૂલા સિદ્ધાંતોને આભારી છે.
આવા પડતા કાળમાં પણ જૈન ધર્મના ધર્મ ગુરૂઓમાં જ તપ-ત્યાગ છે અને ગામે ગામ પગપાળા વિહાર કરવાની જે પ્રણાલિકા છે તે આ રેલવે-મોટર અને હવાઈ જહાજના યુગનાં ભલભલાને વિસ્મય પમાડે તેવી છે એટલું જ નહીં પણ જૈન સાધુઓ પ્રતિ દરેકના હૃદયમાં અપૂર્વ બહુમાન પેદા કરે તેવી છે. આ કાળના શ્રાવક સમુદાયમાં પણ જે ઉદારતા છે તેની સાથે જે સહદયતા અને સજન્યતા છે તે