________________
બે મંગલ વચન
વિ. સં. ૨૦૩૬ ની સાલનું ચાતુર્માસ સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટ શહેરમાં માંડવી ચેકમાં શ્રી તપગચ્છ જૈન ઉપાશ્રયમાં અમેએ કર્યું હતું. ચાતુર્માસ અનેરા ઉત્સાહથી ઉજવાએલ. રાજકોટ ક્ષેત્રમાં ઘણા વર્ષોના અંતરે આંતરે ત્રણ ચાતુર્માસ કરેલા. ત્રણેય ચાતુર્માસ એતિહાસિક રીતે ઉજવાયા હતા.
મુંબઈ વાલકેશ્વરમાં બાબુ અમીચંદ પન્નાલાલ શ્રી આદીશ્વરજી જૈન ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને આ વિસ્તારમાં વસતા ધર્મપ્રેમીભાઈઓની છેલ્લા બે વર્ષથી અત્રે ચાતુર્માસ કરાવવાની ભાવના હતી. રાજકોટથી જ તેમણે મારી સાથે અત્રે ચાતુર્માસ કરાવવા અંગેનો પત્ર વ્યવહાર શરૂ કરી દીધેલ. સુશ્રાવક જયંતીલાલ મણીલાલ શાહે સૌથી પહેલો પત્ર મારી પર લખેલે. અને ચાતુર્માસ અત્રે કરવા માટેનો આગ્રહ કરે. રાજકેટ ચાતુર્માસ પૂર્ણ કરીને અમે શ્રી ગિરનાર મહાતીર્થની યાત્રાએ વિહાર કરીને જઈ રહ્યા હતા, ત્યાં વચમાં આવતા જેતપુર ક્ષેત્રમાં અત્રેની વિનંતીને તાર મળે. તે પછી જુનાગઢ, સેરડવંથલી, ઉપલેટા, વગેરે