________________
૭ ] ચાતુર્માસમાં પૂજ્યશ્રીએ લખેલા વ્યાખ્યાન સંગ્રહનું રસાધિરાજ' નામે પુસ્તક બહાર પાડેલું, તે પુસ્તકની બીજી આવૃત્તિ છપાવવાનું અત્રેના મુમુક્ષુઓએ નિર્ણય કરેલ અને તે પુસ્તક બીજી આવૃત્તિરૂપે બહાર પડતા અમે અપૂર્વ આનંદને અનુભવીએ છીએ. સૌ કોઈ મુમુક્ષુ ભાઈ બહેનો આ પુસ્તકનું અત્યંત મનન પૂર્વક વાંચન કરે એવી સૌને વિનંતી કરીએ છીએ. પુસ્તકના એક એક પૃષ્ટના વાંચનથી પ્રેરણા એવી મળશે કે જીવન ધન્ય બની જશે.
અમદાવાદ નિવાસી હસમુખભાઈ સી. શાહે આ પુસ્તકનું થોડા સમયમાં કામ ઘણું સારુ કરી આપેલ છે તે બદલ તેમને આભાર વ્યક્ત કરીએ છીએ. '
આ સમ્યગજ્ઞાનના પ્રચારને અપૂર્વ લાભ આપવા બદલ પૂજ્ય આચાર્ય ભગવંતને જેટલે ઉપકાર માનીએ તેટલે ઓછો છે. આ પુસ્તકના કાર્યમાં અગાઉથી પુસ્તક નેધાવી જે ભાઈ બહેનેએ સહકાર આપેલ તેમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ. સુશ્રાવક હરકીશનભાઈ તથા સુશ્રાવક માણેકભાઈ વગેરેએ આ પુસ્તકના કાર્યમાં અપૂર્વ સહયોગ આપેલ છે તેમને પણ આભાર વ્યક્ત કરીએ છીએ.
:
લી.
જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક મુમુક્ષુ મંડળ
, વાલકેશ્વર, મુંબઈ