________________
રૂખી રાજનું પતન અલ્પ ધનમાં ધન્ય જીવન કેમ?:
કર્મસંગે કુદરતી અપરિગ્રહ આપે હોય તે જાતને ધન્ય માનવી કે પેલી પિશાચી વાસનાઓ નહિ ઊઠે! એ પાપ જીવનમાં નહિ મહાલે! આ રીતે જે જાતને ધન્ય માનવામાં આવે તે પછી શ્રીમતેને દેખી એને ભાગ્યશાળી માનવાનું, શ્રીમંતાઈના લારા કરવાનું, અને જાતને દીનદુખિયારી માની, રેણું રેવાનું નહિ થાય, ઉલટું એ ભારે મૂચ્છ અભિમાન વગેરે ગોઝારા પાપોથી બચી જવામાં માનવજીવનની એક પ્રકારની સુંદર સફળતા દેખાશે.
વિચાર તે કરે કે લાખે-કરોડની લક્ષ્મીના હેર હેય, તેય અંતે તે બધું એ પડતું મૂકીને જ મરી જવાનું ને? પછી એની બહુ મમતા શી?
પ્ર-પણ અહીં તે લહેર ખરી?
ઉ૦–અરે? એનાં નિમિત્તે જીવનભર સેવાયેલ મદમૂચ્છ–લાલસા, આરંભ-સંમારંભ વગેરે પાપ પરભવે ડૂચા કાઢી નાખશે એનું શું? આત્મા સાથે જડબેસલાક ચેટેલા એના સંસ્કાર પર સંસ્કાર એમ ઉખડી જશે ? કે એ જગ્યા રહેશે? ભવાંતરે હલકા અવતારે એ જીવનભર અતિકાળાં કર્મ કરાવશે! એવું એક જ ભવમાં નહિ, પણ એવા ભવાની પરંપરા ચાલશે.