________________
કમી રાજાનું પતન રહરણ સાથે જુએ છે, “હે દેવ ! આવ્યા ?” એવું કોઈ આશ્ચર્ય નથી. . વિશ્વના તત્વ જેનાર-વિચારનારને એક દેવતા આવે એમાં શું આશ્ચર્ય લાગે ? ઇદ્રની સેવામાં હજારે કે ખડે પગે રહે છે, એની અપેક્ષાએ અહીં એક દેવ હાજર થાય એ કઈમેટી વસ્તુ છે કે એના પર ખુશીખુશી થઈ કુલીને ફાળે થઈ જવું? કુછ નહિ, પુણ્યની ચિહિ પ્રમાણે બન્યા કરે એમાં જરાય ફુલાવાની જરૂર નથી.
કુમાર દીક્ષા લે છે.
રાજકુમાર દેવસંનિધાન પર મલકાયા વિના એની પાસેથી રજોહરણ લે છે, ને મુનિ પણું અંગીકાર કરી લે છે. સિદ્ધ ભગવાનની સાક્ષીએ પિતે સર્વવિરતિ ચારિત્ર ઉચ્ચરી લે છે. એજ વખતે શાસનદેવતા અતિ હર્ષથી રોમાંચ પુલકિત બની “નમો-અરિહંતાણું” કહેતાંક આકાશમાં રહી આ પ્રમાણે ઘોષિત કરે છે –
દેવવાણી -
જે મેરુ પર્વતને પણ મુઠ્ઠિથી ચૂરી નાખે, જે આખી પૃથ્વીને હથેલીમાં ધારણ કરે, જે સર્વ સમુદ્રોનું જળ એક જ ઘુંટડાથી પી જાય છે, જે સ્વર્ગમાંથી મેટા ઈન્દ્રને પણ નીચે ઊતારી દે અને ત્રણે ભુવનને ક્ષણ-વારમાં નિરુપદ્રવ કરી મૂકે, એ બધામાંથી કઈ પણ અખંડિત શીલવાળા પુરુષ રત્નને કેમે ય પહોંચી શકતું