________________
અને ઉત્થાન પૂર્વના પુણ્યના ઉદયે થાય છે. બાકી એ દેશે તે (૧) પાપની જ કમાઈ આપે છે (૨) ચિત્તને મલિન બનાવે છે; (૩) સરવાળે દુઃખની જ પોક મુકાવે છે. એ દેશની સામે પ્રશસ્ત ભાવ ઊભા કરવાથી દેષ દબાય છે.
પ્રસન્નચંદ્ર રાજર્ષિને પુત્રમોહ જાગે, મન ચકડોળે ચડ્યું, વિચારમાં ને વિચારમાં ખૂનખાર લડાઈ લડયા ! પણ ક્ષણવાર પછી મને થયું કે “અરે ! હું મહાવીરને શિષ્ય, ને મેં આ શું કર્યું? પુત્ર કેણ અને રાજ્ય શું ? પરમાત્મપ્રેમ—ગુરુપ્રેમની આગળ પુત્રપ્રેમને રાજ્યલાભ તુચ્છ અતિતુચ્છ બની ગયે. એનું અને સંયમનું બળ વધતું ચાલ્યું. એના પર શુભ અધ્યવસાયધારા વધી, તે ઠેઠ કેવળજ્ઞાન સુધી લઈ ગઈ! પ્રભુપ્રેમ-ગુરૂપ્રેમને ગુણ વિકસી ઊઠ જોઈએ, તે સાંસારિક પ્રેમને દોષ ઘટી જાય. અથવા સાંસારિક નાશવંત ધન માલ-પરિવાર તુચ્છ લાગી જવા જોઈએ. તો દેવગુરુ કિમતી માલદાર લાગે ને એમને પ્રેમ વધી જાય.
એમ જી પર ઠેષ ઊઠી આવે એ ખોટું છે. એની સામે જેને અપરાધમાં કારણભૂત બનતા મેહ અને કર્મ સામે દ્વેષ ઊભું કરવું જોઈએ. અપરાધ-પાપ કેણ કરાવે છે ? પિતાને મેહ, ને કર્મ. વારંવાર એ ભાવના કરાય કે “આ જગતમાં કષાયે-અજ્ઞાનતા-મૂઢતા અને પૂર્વ કર્મ જીવ પાસે કેટલી કારમી પ્રવૃત્તિ કરાવે છે ! બિચારા જીવને કેવા ફસાવે છે ! મને પણ કેવા એ કનડી રહ્યા છે ! મારી શક્તિ દ્વારા કેમ હું એ ખરા શત્રુઓને મહાત કરું, દબાવું, નષ્ટ