________________
તેને
રુમી રાજાનું પતન જેને જે ગુણવિકાસનો ને ધર્મવિકાસનો પુરુષાર્થ, તેવી તેના અધ્યવસાયની પ્રબળતા બને. ગુરૂ ગૌતમ મહારાજ હજી છવસ્થ છે ને ચેલા શાલ-મહાશાલ વગેરે સર્વજ્ઞ બની બેઠા !
શુભ અધ્યવસાયનું બળ વધારવા ગુણનું બળ વધારાય; અને જેમ ગુણનું બળ વધારવા
(૧) એની ભારે કદર ઊભી કરાય, (૨) એને રસ ભારે વધારાય, (૩) એની અનુમોદના તીવ્ર બનાવાય, એમ
(૪) એની સામેના અવગુણુ અને એથી થતાં દેખીતા ધનાદિ લાભ વગેરેને તુચ્છ માનતાં ચાલવું પડે, તે જ ગુણની કિંમત લાગે, ગુણનું બળ વધે.
અહિંસા એ ગુણ છે, એની સામે હિંસા-આરંભ સમારંભે, એ અવગુણ છે. તે હિંસાદિને અને એનાથી દેખાતા લક્ષ્મી આદિના લાભને અતિ તુચ્છ માનવા પડે. જેમ જેમ આ હિંસા અને લક્ષ્મી આદિ પ્રત્યે તુચ્છ ભાવ વધતું જાય, તેમ તેમ અહિંસાનું બળ વધતું જાય. એવું જ ક્ષમા, સહિષ્ણુતા, ગાંભીર્ય, ઔદાર્ય, દેવગુરુભક્તિ સાધમિકપ્રેમ વગેરે ગુણમાં એની સામેના અવગુણો ગુસ્સે, સામને, છીછરાપણું, કૃપણુતા, ધનમૂચ્છ, કુટુંબપ્રેમ વગેરેને તુચ્છ લેખવા જોઈએ. એનાથી લાભ થતા દેખાય એ પણ તુચ્છ. આપણી અજ્ઞાનતાના કારણે લાભ એ દુર્ગુણેથી થવાનું દેખીએ છીએ. ખરી રીતે તે લાભ