________________
અને ઉત્થાન અધમ કૃત્યમાં ઘસડી રહ્યા છે? આ માતા પિતાના પતિની આ દુર્દશા કરે છે! સાધુ સંતને જ નગરમાંથી દૂર રખાવીને કેટલાય જીવોનું કલ્યાણ સુધી રહી છે! તેમ કેવા ઘોર પાપમાં પડી રહી છે. પરંતુ વિષય-કષાયની લગની ચીજ એવી છે કે જીવનું પોતાનું સત્યાનાશ કાઢે ! એના સિવાય જીવને બીજે દુશ્મન પણ કેણ છે? માતાની આ મૂઢતામાં નિમિત્ત હું છું. મારા પરના રાગને લીધે આમ એ કરી રહી છે. તે આવા કષાય-વિષયાસકિતના પિષક સંસારથી મારે સયું!”
માતા વાઘણુ બની પતિ પુત્ર પર –
બસ, સુકેશલ તરત ઊઠીને પહોંચ્યા નગર બહાર પિતા મુનિને ભેગા થઈ ગયે ! પાછળ માતા, પત્ની, મંત્રીઓ આવી ઘણું ઘણું વિનવે છે. છતાં જવલંત વિરાગી સુકેશલે તે ચારિત્ર લઈ પિતા મુનિ સાથે સિધાવ્યું ! માતા શેક અને દ્વેષમાં મરી જંગલમાં વાઘણ થઈ તે એકવાર વન માંથી પસાર થતા આ બે મુનિ પર ત્રાટકી !
વિષય-કવાયરૂપી પ્રમાદ જીવને કે હેવાન બનાવે છે! કેવાં અધમ કૃત્ય કરાવી ભયંકર દુર્દશા કરે છે! એને વશ બની રહે ચૂરે થતે જીવનકાળ પરલેક કમાઈમાં ક્યાંથી વપરાય?
શુદ્ધ ધર્મની સમજુતિ - બ્રાહ્મણને નવે ઉપદેશ –
બ્રાહ્મણીએ માનવ-જન્મના ધર્મઅવસરની અતિ