________________
અને ઉત્થાન
૩૧૯ એ તે એવી સભાન દશા રહેવી જોઈએ કે “આ ધર્મ હું આરાધું છું તે કઈ છેડા-અહુ પુણ્ય આંચકી લેવા માટે નહિ કે માત્ર રાબેતા મુજબ કયે જવા માટે નહિં; કિન્તુ “આ જ ત્રાણ છે, શરણ છે, માટે.” આ સમજ હેય તે હૃદયથી નિરાશંસ ભાવે આરાધના થાય.
આપ્ત પુરુષ પરની શ્રદ્ધા મેંઘી થઈ છે –
માણસ વર્તમાનમાં લેકમાં ધર્મ માટે ચાલી રહેલ કુર્તક-કુશંકાના વાતાવરણથી કેટલીક વાર મુંઝવણમાં પડી જાય છે કે “આ બધો ધમ આરાધીએ એનું ફળ મળશે કે કેમ? કે આ બધી મહેનત નકામી જશે ?” આમ કુશંકા થવાનું કારણ, વર્તમાન વાતાવરણે પૂર્વના આપ્ત પૂજ્ય શાસ્ત્રકારે પરના આદર અને શ્રદ્ધાબળ તેડી અગર ઘટાડી નાખ્યા છે એ છે. આજે છોકરાઓને આપમતિ ઉપર જે ઈતબાર છે, જે શ્રદ્ધા છે, એ માબાપ પર નથી, એટલે પછી એમનાં વચનને આદર અને શ્રદ્ધાથી વધાવી લેતા નથી, કુશંકા કરે છે. ઉપેક્ષા પણ કરી નાખે છે. એવું દરદીને વિદ્ય-ડેકટરની સલાહ પ્રત્યે થાય છે. વિદ્યાર્થીને શિક્ષકની શિખામણ સલાહ-સૂચન ઉપર તેવી આસ્થા થતી -નથી. એમ શિષ્યને ગુરુ-વચન અંગે બને છે. મૂળમાં તે તે આપ્ત-વિશ્વસનીય પુરૂષ ઉપર એ ઉછળતા આદરભાવ-બહુમાન-આસ્થા નહિ પછી એમનાં વચન પર આદરભાવ–બહુમાન-આસ્થા ક્યાંથી થાય? પુરૂષ-વિશ્વાસે વચન વિશ્વાસ. ત્યારે ઉપદેશક નિઃસ્વાર્થ અને ભવભીરુ પુરુષે પર જે વિશ્વાસ નહિ તે ભારે ઉલ્લાસ સાથે એમના