________________
અને ઉત્થાન
૨૧
- (૧) આ એક કાર્યું કે, ગુણને સહેજે આદરા કરી દઈએ.
(૨) બીજું એ કરવાનું કે એમાં રસ, હોંસ, પૂર્વે ધગશ, પછી અનમેદના ઈત્યાદિ વધારતા જઈએ, ભેગ આપીને ય એ સાચવીએ.
જે કાર્ય ભેગ આપીને કરીએ છીએ એની કિંમત લાગે છે.મફતિયા પુસ્તક લઈ આવ્યા તે એનું મહત્વ એવું જ લાગવાનું. જરા આડુંઅવળું ઉથલાવી ઘરમાં કયાંય રખડતું મૂકી દેવાશે. કિંમત ખરચીને લાવવા પાછળ એને ઊંચું ઠેકાણે મૂકાશે. માણસ ઘેર જમવામાં એટલું નહિ છોડે, પણ મફતિયા જમણમાં જમવા ગયે તે વિના સંકેચ છાંડશે ! મહેનત કરીને બનાવેલી ચીજને સ્વાદ લાગે છે; ને એમ જ મફતમાં મળી ગયેલી વસ્તુને એ સ્વાદ નથી લાગતું. પિતાના દૂધ કેશર-સુખડથી ભગવાનની પૂજાભક્તિ કરવામાં જે ભાવલાસ જાગે છે, એ મફતિયાથી પતાવવામાં નથી જાગતે. આ બધે અનુભવ છે ને ? એ શું કહી રહ્યો છે? | ભેગ આપીને જે ગુણ કે ધર્મ સચવાશે એને રસ, એની હોંશ, ને એની અનુમોદના ઉમદા થશે.
શાલિભદ્રના જીવે પૂર્વભવમાં માત્ર થાળી ખીર પણ ખરેખર ભેગ આપીને દાનમાં દીધી તે એની ભારોભાર અનુમોદના થઈ. એમાં એ દાનના ફળ રૂપે પુણ્ય અને સંસ્કારના ગુણાકાર થયા. ત્યાગને ગુણ વિકસ્વર થઈ ઠેઠ