________________
૩૫૬
રુકુમી રાજાનું પતન નિમિત્તે કાયોત્સર્ગ કરનારને એવું શુભ ઊભું થાય છે કે પેલા વૈયાવચ્ચ આદિ કરનાર આત્માઓ પર અસર પાડે છે.” આજ ન્યાયથી પ્રાર્થના કરનાર માટે સમજવાનું છે. પ્રાર્થના એમ ફળે છે.
અનુચિત પ્રાર્થના કેમ ન ફળે?
પ્ર–એમ તે કઈ અસત્ અનુચિત પ્રાર્થના કરે, દા. ત. “હે પ્રભુ ! મારા દુમન મરી જાઓ” એવી પ્રાર્થના કરે તે ય શું એ ય ફળે?
ઉ૦–ભૂલ્યા, પ્રાર્થનાથી જ્યારે એવું શુભ કર્મ ઊભું થાય છે ત્યારે એ ગર્ભિત જ છે કે એ પ્રાર્થનામાં શુભ ભાવ છે, શુભ અધ્યવસાય છે. પણ જે મૂળમાં જ અશુભ ભાવથી પ્રાર્થના કરાતી હેય. તે એવું શુભ કર્મ ઊભું થવાને અવકાશ જ નથી, પછી ફળવાની વાત જ ક્યાં ?
પ્ર-તે પછી નિયાણું કેમ ફળે છે?
ઉ૦-એ ફળવાનું આશંસામાત્રને લીધે નથી, કિન્તુ એની પાછળ રહેલ તપ-સંયમના લીધે છે. માટે તે જે એવું કઈ તપ-સંયમનું બળ હેય નહિ ને માત્ર આશંસા કરે કે મને ચક્રવર્તિનાં સુખ મળે, તે કાંઈ એ. મળતાં નથી.
અનુચિત નિયાણું કેમ ફળે છે? પ્ર–ડીક છે, તે પણું અગ્નિશર્મા જેવાની ગુણસેન