________________
અને ઉત્થાન
૩૪૭ મારી નાખવાની ઘેાર દુષ્ટ બુદ્ધિ સુધી પહોંચી જાય છે.
બીજાનું મત ઇચ્છાય એ ભયંકર :
બહુ સાવધ રહેવા જેવું છે ! સ્વાર્થની લંપટતામાં કદાચ આટલે બધે કર નહિ તે પણ “સામે મરે તે સારૂં એ વિચાર આવી જે સંભવિત છે. ડેશી પાસે બહુ પૈસા હોય એ જીવતાં એ મળે એમ ન હોય, પછી જે એની બહ આવશ્યકતા માની તીવ્ર અભિલાષા કરી; તોં ક્યારેક ભાન ભૂલ્યા થઈ “આ ડેશી મરે તો સારું” એ વિચાર શું ન જ આવે એવું નક્કી છે? ત્યારે કોઈ પણ જીવનું મેત ઈચ્છવું એ કેટલું બધું ભયાનક છે !
અરે! ઘેર પીડામાં સબડતે હોય તે ય એનું મોત ન ઈચ્છાય કે “આ મરે તે સારું જેથી બિચારો આ પીડામાંથી છૂટે.” આવું ઈચ્છવા યોગ્ય નથી, કેમકે મર્યા પછી આથી પણ ભયંકર પીડાવાળા તિર્યંચ-નરકના અવતારમાં નહિ જ મૂકાય એની ચક્કસ ખબર ક્યાં છે? અને જો ત્યાં મૂકાયે તે એની કઈ દુર્દશા–વિટંબણું થાય? શું એવી. સ્થિતિમાં એને વહેલે જવાનું આપણાથી ન ઈચ્છાય? પણ એમ કહે કે એની રીબામણ જોઈ જતી નથી, તેથી પોતે એવા દર્શનથી બચવાની લંપટતામાં એનું મોત ઇચ્છી રહ્યો છે! ખરી રીતે એવું ઈચ્છવાને બદલે એમ ઈછી શકાય કે “આ બિચારો પીડાથી જલદી મૂકાય તે સારું, અને