________________
૩૩૪
રમી રાજાનું પતન તે શું એની મજાલ હતી કે ઊંચે આવી શક્ત? કેવી કેવી અધમાધમ નરક સુધીની નીઓમાં ભટકી મરત? માટે સદ્બુદ્ધિ અને સદવિચારને ખૂબ કેળવવા–ટકાવવાનું કરો.
સૂર્ય શિવને દીકરીના નાણું કરવા છે -
સૂર્યશિવ બ્રાહ્મણને એ આવડતું નથી, તે દુષ્ટવિચારમાં ઠેઠ પુત્રીને મારી નાખવાની દુષ્ટભાવના સુધી પહોંચે પરંતુ પુત્રીનું સદ્ભાગ્ય કાંક જાગતું હતું તે પાછો આને વળી વિચાર થયે કે “હા! હા ! આ મેં શું ચિંતવ્યું? ના, મારે નાણાં જોઈએ છે ને? તે તે હું આને જીવતી વેચીને મેળવી શકીશ. એમ વિચાર કરી એ પુત્રીને લઈને ઊપડશે વેચી નાખવા માટે.
સુકૃત કેમ ખૂબ કરવા? જુએ છોકરીનું અપ પણ પુણ્ય કેવું પિતાની પાપની દુષ્ટકાર્યવાહીની આડે આવે છે. મન, વચન, કાયા, ધન અને ઇન્દ્રિયેથી સુકૃત કરતા રહેવામાં આ પણ એક મહાન લાભ છે કે એનું પુણ્ય અવસરે બીજાની આપણી પ્રત્યેની દુષ્ટકાર્યવાહીને અટકાવે છે. અગર એનું આપણું પર માઠું ફળ બેસવા દેતાં નથી. શ્રીપાળને મારી નાખવા મહેલ પર ચઢતે ધવળ શેઠ ખંજર સાથે નીચે પડ્યો, મર્યો અને શ્રીપાળ બચી ગયા, પૂર્વના સુકૃતને આ પ્રભાવ, માટે સુકૃત ખૂબ કરતા રહે.