________________
૨૫૬
રમી રાજાનું પતન, એટલા અંશે અંશે આચરતા અવાશે તે એના સંસ્કાર જામીને આગળ જતાં સર્વાશ પાલનમાં પરિણમશે. એકાએક ઠેકડો મારવાની ગુંજાયશ નથી.
ગુણોનું કામ જ એવું છે કે એને થોડે થેડે અભ્યાસ થતાં થતાં મહાસ્વરૂપમાં ખીલી ઉઠે.
માણસ વિદ્વાન શી રીતે થાય છે ? કમશઃ અભ્યાસ કરતાં કરતાં જ ને ? પંદર વર્ષની ઉંમર સુધી અક્ષય ન ભણે તે શું સોળમા વર્ષે એકદમ જ મેટ્રિકને અભ્યાસ કરી શકે? પરીક્ષા પાસ કરી શકશે ? છોકરી રસોઈમાં પારંગત શી રીતે થાય છે ? કડિયા-સુથારના છોકરા તૈયાર કેમ થાય છે ? તે ગુણાનું પણ એમ જ સમજો. બાકી કેક વિરલા થોડા અભ્યાસમાં એકદમ જ આગળ આવી જાય એ બને. પણ આપણે આપણી સ્થિતિ તે જેવીને કે આપણામાં એ ગુંજાયશ છે ? કુમાર મહુર્ષિએ પૂર્વાવમાં જે સાધ્યું એની પાછળ કેટલેય આરાધનાને અભ્યાસ હશે. હવે ચઢયા ચઢયા તે અલ્પ કાળમાં ગૃહસ્થપણે અવધિજ્ઞાન થયું! અને એ જ ભાવમાં સુકેમળતા ફગાવી દઈ કડક ચારિત્ર, સંલેખના અને અનશન દ્વારા મોક્ષે પધારી ગયા !
કમીને ઉત્કૃષ્ટ સ્થિતિનું સ્ત્રી-વેદ કર્મ પેલી રૂકમી સાધ્વી બિચારી મહા બ્રહ્મચારી છતાં એક જ વાર દષ્ટિ દેષમાં પડી તથા ઘેર-વીર-ઉગ્ર કષ્ટમય તપ