________________
અને ઉત્થાન વિના પિતાની ચીજની જેમ એને ભેગવટે કરી રહ્યા છે. આમાં કયાં તત્ત્વ છે તમારી પાસે ? તત્વ છે ત્યારે કસાય કે પહેલાં આ હિંસાદિ પાપને જીવનમાંથી મહાપ્રતિજ્ઞા સાથે દેશવટે દઈ દે. પહેલું તત્વ આ કે ત્રિવિધ ત્રિવિધ પાપને પ્રતિજ્ઞાબદ્ધ ત્યાગ.”
તરત તૈયાર! સર્વવિરતિ સામાયિક ઉચ્ચરી સાધુપણું લઈ લીધું, ગૌતમસ્વામીએ એમને એકેન્દ્રિયાદિ જીની ઓળખ કરાવી, સામાયિક-મહાવ્રતને પરિચય આપે. ત્યારે હવે પરમાત્મા તત્વ કેવું હશે એ જાણવાસાંભળવાની તાલાવેલી જિજ્ઞાસા-શુશ્રષા વિશેષ વધી ! મૂળ પાયે સમજાયા વિના તે તત્વજિજ્ઞાસા-શુશ્રષા કેટલી હોય? હજી એકડા–બગડાનું અંકજ્ઞાન ન હોય એને મેટ્રિક અને બી. એ., એમ. એ. ના ગણિતની જિજ્ઞાસા-શુશ્રષા શાની થાય? નજર જ ન પહોંચે ને ? એ તે ઊંચા કલાસમાં જાય ત્યારે એની કંઈક કલપના આવે. તાપસને પહેલાં પરમાત્મતત્ત્વની જિજ્ઞાસા ઓછી હતી, પરમાત્માના સામાન્ય નામ પૂરતી. હવે સર્વવિરતિ સામાયિકે પહોંચ્યા ત્યારે કંઈક ખ્યાલમાં આવવા લાગ્યું, વિશેષ સમજાયું, ને પરમાત્મતત્ત્વની સાચી જિજ્ઞાસા-શુશ્રષા જાગી, એટલે હવે ખરૂં સમજીને પૂછે છે, “ત્યારે પરમાત્મા કેવાક હશે ?”
ગૌતમ મહારાજ કહે છે, “અરે! એ કાંઈ એમ આપણી સમજમાં આવે ? એ તે કેવળજ્ઞાનથી સમજાય. શબ્દમાં એ શે” ઊતરે? અને કેવળજ્ઞાન પામવા માટે