________________
અને ઉલ્લાન
સાધના કષ્ટમય એટલે?
એ વળી કષ્ટમય સાધના એટલે કે બાવીસ પરીસહ ક્ષુધા, પિપાસા, ટાઢ, ગરમી વગેરેને સ્વેચ્છાએ સહન કરવા સાથેની સાધના.
શું મન માને એ કષ્ટમાં?
હા, સંસારની કારમી વિટંબણાઓ બરાબર નજર સામે તરવર્યા કરે, જીવથી અર્થ–કામ પાછળ સહાતી ઘેર યાતનાઓ દષ્ટિસન્મુખ રહ્યા કરે, અને સાધનાની તક સરકી જતી દેખાય, તે મન આ આત્મકલ્યાણ-સાધક પરીસહાદિ કષ્ટમય સાધના કરવાનું ખુશમિશાલ માને. એ તે આત્મહિતની વાતમાં રસ નથી. એટલે જરાક શું કષ્ટ વેઠવા તૈયારી નથી.
પણ અનંતકાળની તન-મનની સુંવાળાશ ધર્મના કષ્ટ સહ્યા વિના શે જવાની હતી ?
રાજશ્રમણી રુફમી ઘર-વીર-ઉઝ-કષ્ટમય તપમાં લીન બની છે, પરંતુ તે અત્યંત નિસ્પૃહભાવે. કેઈ મોટા ચક્રવર્તી–દેવ-દેવેન્દ્રની ઋદ્ધિસમૃદ્ધિ આશંસા નથી, તેમ અહીંના ય માનસન્માનની આકાંક્ષા નથી. બસ એ રીતે કેટલેક કાળ પસાર થઈ ગયે.
રુમી અંતે પણ નથી આલેચતી –
હવે એ કુમાર મહર્ષિ સમેતશૈલ–શિખરની નજીકમાં આવી પહોંચે છે. પિતાને હવે અનશન નજીકમાં છે. સાધુ