________________
રમી રાજાનું પતન () સહજ કરી દીધેલ શુભ અધ્યવસાય અને (૪) શીલ, તેથી (૫) શીલના પ્રભાવ પરના ચિંતને અવધિજ્ઞાન, (૬) ત્યાંજ સંયમ-સ્વીકાર, વગેરેને અતિ સહેલાઈથી પ્રાપ્ત કરી લીધા. ગૃહસ્થપણે પણ કર્તવ્ય:
મૌન અને અગ્નિ-પાણી-સ્ત્રીના ત્યાગને કે પ્રભાવ! એમ માનતા નહિ કે “એ તે ચારિત્ર લીધું હોય તે અને; ગૃહસ્થજીવનમાં શું બને?” એમ તન માંડવાળા જ કરશે તે શક્ય પણ ગુમાવશે. ઘરવાસ છે તેથી શું? ધર્મની સરાસર અશક્યતા? અલબત્ સંપૂર્ણ મૌન, સંપૂર્ણ ત્યાગ ન બને, પરંતુ શક્ય એટલે ત્યાગ તે. થઈ શકે ને? શક્ય એટલું મૌન તે પાળી શકાય ને ? વાત આટલી જ છે કે અગ્નિ અને પાણીના આરંભમાં એના અસંખ્ય જીવોની હિંસા નજર સામે રહી હૈયે એ જીની દયા ઉભરાય; તેમજ “સ્ત્રીસંબધ એટલે પશુતામાં પાછું વળવાનું ! નીતરતા બાહ્ય ભાવમાં ફસાવાનું! ઉત્તમત્તમ દેવ-ગુરુને પણ સ્ત્રી કરતા નીચેની પાયરીએ રાખવાના! નરકાદિ દુર્ગતિને આમંત્રણ દેવાનું !”વગેરે વગેરે સ્ત્રીસંબધનાં પરિણામ નજર સામે રહે તે એના શક્ય ત્યાગ માટે પ્રયત્ન થાય. -