________________
૧૯૩
રુકૂમી રજનું પતન
વધારી શકવાના આ ઊંચા ભાવમાં રૂડું જિનશાસક્ત સમજાવનારૂં મળ્યા પછી પણ શું એ કેડ નથી થતા કે “હું હાથે કરીને શા સારૂં નીચી પાયરીમાં ભટકું છું? અરે ! શા માટે જાતે જ મારી ગ્રેડ ઉતારી રહ્યો છું ? પશુ જેવાં આચરણથી પાયરી નીચી રહે છે. કદાચ સારા આચરણ મુશ્કેલ પડે તે ય કમમાં કમ વિચારણું તે સુધારાય ને? મનને એટલું ય ન થાય કે “આ વિષયકષાયની રમત તે પશુભવે ય કરી હતી, હવે મનુષ્ય ભવ પામ્યાથી શી વિશેષતા? ધિક્કાર પડે મારા આત્માને કે એ અબુઝ વિષય-કષાયમાં રાચે છે, આહારાદિ સંજ્ઞાઓમાં રાચે છે! આમ ને આમ આ ઘર સંસારમાંથી શે ઊંચે આવીશ? માટે કંઈક ને કંઈક પણ પશુ-પાયરીથી ઊંચી પાયરીએ આવવા પહેલું આ વિષય-કષાય, આ આહારાદિની લત, આ અર્થ અને કામને ઝેરરૂપ દેખું.” આટલી વિચારણા ય મોંઘી પડે છે? તે પછી ભવાભિનંદિતા શે ટળશે?
યોગદષ્ટિમાં પ્રવેશ ક્યારે? -
શાસ્ત્ર કહે છે ભવાભિનંદિતા ટળ્યા વિના જીવ ચોગદષ્ટિ પામી શક્તા નથી. વેગની ઉત્તરોત્તર ચડતી આઠ દષ્ટિ છે. એમાંની પહેલી દષ્ટિમાં પણ પ્રવેશ તેને જ મળે કે જેણે ભવાભિનંદિતા યાને સંસારનો રસ હેઠે મૂક્યો હોય. કૂતરા જેવાના જીવનમાં સેવેલી ઈર્ષ્યા, સિંહ જેવાના અવતારે રાખેલા અભિમાન અને નિર્દયતાના, કાગડ-શિયાળ જેવા અવતારમાં પાળેલી પિલી માયા, કીડી જેવા મુદ્ર