________________
પ
રમી રાજાનું પતન જિન ધર્મ છે. જિને કહેલ ધર્મ છે. એની પ્રાપ્તિ અર્થાત્ અંતરાત્મામાં એની સ્પર્શના એ જિનધર્મ–પ્રાપ્તિ, એ એધિ છે. એટલે ક્ષાયિક સમકિતીને પણ ધર્મો હજી પ્રાપ્ત કરવાના ઊભા છે, તેથી એ નિમિત્તે કાઉસ્સગ જરૂર કરે; માટે બેહિલાભવત્તિયાએ પદ એણે પણ બેલવું સાર્થક છે, નિરર્થક નહિ.
પ્રમત્ત–અપ્રમત્ત સંયમ સુધીની આ બોધિ કુમાર મહર્ષિને સુલભ થઈ જવામાં ભગવાને આ કારણ બતાવ્યું કે એમણે પૂર્વે અગ્નિ-પાણીથી અને સ્ત્રીથી તદન અલિપ્તપણું રાખેલું.
આત્મોન્નતિ અને ઉચ્ચ તત્વજ્ઞાનને પાયે,
સ્વ-પર-અહિંસા –
જિનેશ્વર ભગવાનને ધર્મ સ્વ-પરની અહિંસાને મુખ્ય કરે છે. પરની અહિંસામાં ઠેઠ પૃથ્વીકાય, અપકાય આદિ સુધીના જીની અહિંસા અને સ્વાત્માના અહિંસામાં કષાયો અને સ્ત્રી આદિ વિષચેના સંગથી થતી પિતાના આત્માની ભાવ-હિંસાના ત્યાગરૂપ અહિંસા બતાવી. દ્વાદશાંગી જિનાગમમાં પહેલું અંગ આચારાંગ સૂત્ર, એમાં પહેલા બે અધ્યયનમાં આ જ બે વસ્તુ બતાવી છે; પહેલામાં શસ્ત્રપરિજ્ઞા એટલે કે ઠેઠ સ્થાવરકાય સુધીના જીને સહેજ પણ દુખ થાય એવા શસ્ત્રપ્રયાગને પ્રતિજ્ઞા પૂર્વક ત્યાગ કરો, અને બીજામાં લેકવિજય કષાયલોક અને વિષયલક પર વિજય મેળવે. આ બંને વસ્તુ પાયે છે,