________________
અને ઉથાન .
૧૫૨ આપ્ત તરીકે અને પિતાના હિતૈષી તરીકેની શ્રદ્ધા એમનાં વચન પર પણ આબેહુબ શ્રદ્ધા કરાવે છે. તમને મહાવીર પરમાત્મા એવા શું એથી ય લાખો કરોડોગુણ ઊંચા આપ્ત હિષી નથી મળ્યા ? કે પછી શું હજી એમાં ય શંકા છે કે “ભગવાન એવા આપ્ત એવા હિતેચ્છુ હશે કે નહિ ?” જે જે એવી શંકા કરતા, નહિતર રખડી જાશે. મેટા ઈન્દ્રો અને ગણધર મહારાજ જેવા હૃદયથી જેમને મહા આપ્ત મહા હિતૈષી માને, જેમનાં વચન પર આફરીન થઈ જાય, એમનામાં આપ્તપણાની શંકા કરવા જેવું બીજુ પાતક કયું હોય ? બીજી મહા મોહાંધતા કઈ કહેવી? ગણધરેએ સપરિવાર કેમ એકાએક ઝુકાવ્યું? –
જરાક વિચારે તે ખરા કે ૪૪૦૦ વિદ્યાથીના પરિવારવાળા મહા વિદ્વાન અને બુદ્ધિનિધાન ઈન્દ્રભૂતિ ગૌતમ વગેરે અગિયાર બ્રાહ્મણે શું જોઈને, પ્રભુ પાસે માત્ર વાદ કરવા આવેલા છતાં, ત્યાં ને ત્યાં પ્રભુનાં ચરણે લેટી પડયા હશે ? આખાં ને આખાં જીવન સેંપી દઈ શિષ્ય બની ગયા હશે ? થેડી ય અકકલ હશે કે બધાય મૂરખ હશે ? કહેતા નહિ કે “એમને તે દેવતાઓ પ્રત્યક્ષ જોવા મળ્યા ને ?' મળ્યા તેથી શું? એથી કાંઈ ધર્મનું આ ફળ છે, આ લેકે આ ધર્મ કરવાથી આવું દેવપણું પામ્યા, એમ પ્રત્યક્ષ થોડું જ દેખાય ? અને
શર્યાભવ, હરિભદ્ર વગેરે બ્રાહ્મણોને તે એ ય જોવા નથી મન્યા, છતાં કેમ બ્રાહ્મણપણામાંથી સીધું જ જિનેશ્વર દેવના