________________
૧૪૬
રમી રાજાનું પતન સંસાર ચલાવવામાં ભારે પરવા-ચિંતા-કાળજી રાખે છે, તેમ ત્યાં બધી ભાવના થાય છે, અને ભારે વીર્ય ખરચી રહ્યો છે, તેની તને શરમ નથી આવતી? ધર્મની ભાવના નથી? તારે કેવી ભાવના જોઈએ છે? શું ધર્મ કરવું જરૂરી નથી લાગતું? લાગે છે તે પછી એની ભાવના કેમ ન થાય! ખાવું જરૂરી લાગ્યા પછી શું ખાવાની ભાવના નથી થતી? ઘર દુકાન જરૂરી લાગ્યા પછી શું એ ખરીદવા કે ભાડે લેવાની ભાવના ન હોય ?
પ્ર–ખાવાની રુચિ ન જાગતી હોય તે ખાવાની ભાવના ન થાય ને ? એમ નાણાં ન પહોંચતા હોય તે ઘર-દુકાન ખરીદવા ભાડે લેવાની ભાવના ન થાય ને ?
ઉ૦-અરે ! ખાવાની રૂચિ ન થતી હોય તે રૂચિ જગાડવા દવા હવા ખાવા જવાનું, વગેરે કેટકેટલા પ્રયત્ન થાય છે ? એવા પ્રયત્ન ધર્મરુચિ જગાડવા કર્યા? નાણાં ન પહોંચે તે શું ઘર વિના ચલાવે છે ? ધંધા વિના બેસી રહે છે ? કે એઠકેઠ કરીને કાંઈને કાંઈ ઊભું કરે છે ? તે ધર્મ માટે એ કઈ પ્રયત્ન કેમ નહિ?
જીવનમાં ધર્મ વિના ન જ ચાલે. ધર્મ તે ખાસ જરૂરી એવું પહેલું હિંચે ગાજતું કરે. એની તીવ્ર રૂચિ -ભૂખ લગાડે, રુચિ ન થતી હોય તે એ રૂચિ માટે ખૂબ સત્સંગ-ધર્મશ્રવણ વાંચન વગેરે કર્યા કરે.
ખાવાની રુચિ–ભાવના ન હોય તે ય મનને વિચાર થાય છે કે આ ખાઈશ નહિ તે શરીર કેમ ચાલશે?