________________
૧૨૬
રૂકમી રાજાનું પતન
અને આસ્તિક્યરૂપી સમ્યકત્વનાં લક્ષણની સ્પર્શના કરી, એનું પણ રોચક વર્ણન કર્યું. એ વર્ણન કરતાં, નિર્વેદ થવાના કારણભૂત સંસારના વિચિત્ર વિષમ વિષમય સ્વરૂપને દર્શાવ્યું. તટસ્થ રીતે એકેન્દ્રિયથી પંચેન્દ્રિય સુધીના છના આ સંસારમાં દુર્દશાભર્યા હાલહવાલ જોતાં સંસાર કે લાગે? વિષકુંડ કે અમૃતકુંડ ? વિલક્ષણ પુણ્ય-પાપના મિશ્રિત ઉદય જતાં શું લાગે? વિચિત્ર કે એક સરખે ? જીવે મોટા દેવપણામાંથી એકાએક વિષ્ઠા ચૂંથતા ભૂંડને અવતાર પામતા જણાય, સુખના ક્ષણિક ઝબૂકા બાદ દુ:ખની ભારે ખીણમાં પટકાતા દેખાય, ત્યારે સંસાર કે લાગે? વિષમ કે સમસ્થિતિવાળે ? ઝેર ચઢયાના ત્રાસની જેમ જીવેની ત્રાસભરી અવદશા નજર સામે ક્યાં જોવા નથી મળતી ?
વિચિત્ર શુભાશુભ મિશ્ર કર્મના ઉદય તે કેવા, દા. ત. પુષ્પને રૂપ-રસ-ગંધ-સ્પર્શ કેટલા સુંદર મળ્યા છે ! જ્યારે, એકેન્દ્રિયપણાના સ્થાવર નામકર્મ, ગાઢ જ્ઞાનાવરણાદિ, મહાન અશાતા વેદનીય વગેરે અશુભ કર્મ વિપાક પણ કેવા દારુણ છે ! માણસ જેવા માણસને પણ એક વાતની સરખાઈ, તે બીજી વાતની વિષમતા ! રૂ૫ સારૂં, તે અવાજ ભેંસાસૂર ! પૈસા બહુ તે છેક નહિ! છોકરા બહુ, તે ખાવાના ફાંફા ! આજને કરેડ- પતિ કાલે ભિખારી ! આજને લઠબાજ કાલે કેન્સરમાં !