________________
ચમને ઉત્થાન
૧૨૫
કહો જે શી અદ્ભુતતા હતી એ? . .
શાસનદેવતા તે સાધુવેશ આપી ગુણગાન કરી અને પુષ્પવૃષ્ટિ કરીને ગયેલ છે. હવે તે ત્યાં સૌધર્મ દેવલોકના ઈદ્ર આવ્યા છે, અને સંગ્રહીતનામધેય, મહાસત્વશીલ મહાયશસ્વી મહાનુભાવ મહર્ષિના માથે છત્ર ધરીને ઊભા છે. મહર્ષિ પિતે પ્રાપ્ત અપ્રતિપાતી અવધિજ્ઞાનથી જે અસંખ્ય ભવાની દુર્દશા જોઈ રહ્યા છે. એનું ત્યાં વ્યાખ્યાન કરી રહ્યા છે. મહર્ષિની દેશનાઃ દુઃખને કરુણ ઇતિહાસ -
અસંખ્ય ભામાં કેવા કેવા સુખદુઃખ અનુભવ્યા,. એમાં ય વિશેષ તે દુઃખની જ રામાયણ ! તે નરક-નિગદતિર્યંચગતિના ભયંકર ત્રાસ-વિટંબણ-રીબામણનું અવવિજ્ઞાનથી જે નજરે દેખ્યાનું હુબહુ વર્ણન કરે છે ત્યારે સભા સહિત આ બંને રાજા થરથરી ઉઠે છે ! કલેજું કંપી ઊઠે છે કે અરે ! આ ભયંકર દુ:ખ જીવને આ સંસારમાં જોવાં પડે છે? નથી ને આપણે આ ઉત્તમ ભવમાંથી ભ્રષ્ટ થઈ એવા સ્થાને પટકાયા તે કઈ દશા?શે સહન થાય? ત્યાં પછી દેવતાઈ સુખનાં વર્ણન તે કશી જ લલચામણ કરી શકતા નથી. જેની પાછળ દીર્ઘતિદીર્ઘ કાળને દુઃખમય કરુણ ઈતિહાસ હોય એમાં શું સુખપણું લાગે?
સંસાર વિષમય-વિષમ-વિચિત્ર –
વળી મહર્ષિએ, આ સુખ દુઃખની ઘટમાળમાં કેવી રીતે સમ્યગ્દર્શન પામ્યા, કેવા શમ-સંવેગ-નિર્વેદ-અનુકંપા